________________
૮૯
પરિચ્છેદ.
પર્વણિકર્તવ્યાકર્તવ્ય-અધિકાર. સારૂ પર્વકાર્યોમાં સુજ્ઞ પુરૂષે બરાબર નિયમનું પાલન કરવું જોઇએ. ઇત્યાદિ બાબત જણાવવા સારૂ આ અધિકારનો આરંભ કરવામાં આવે છે.
સંસારી કામમાં નિષેધવાળા દિવસે.
મનુષ્ય, (૨ થી ૩). कुहुपूर्णेन्दुसंक्रान्तिचतुर्दश्यष्टमीषु च ।।
नरचाण्डालयोनिः स्यात्तैलस्त्रीस्नानसेवनात् ॥ १ ॥ અમાવાસ્યા, પૂર્ણિમા, સંક્રાન્તિ, ચાદશ અને આઠમ આદિ પર્વમાં જે મનુષ્ય તૈલ, સ્ત્રી અને સ્નાન (તેલ ચાળીને હાવા) નું સેવન કરે તે તે મનુષ્ય (પુનર્જન્મ) માં ચાંડાળની નિમાં જન્મ લેનારે થાય છે. (એમ પુરાણમાં કહેલ છે). ૧.
તે પ્રમાણે અન્ય શાસ્ત્રને આશર્ય, चतुर्दश्यान्तथाष्टम्याम्पञ्चदश्यान्तथैव च । । तैलाभ्यङ्गं तथा भोगं, योषितश्च विवर्जयेत् ॥ २ ॥
માસની બે ચાદશ, તેમ બે આઠમ અને પૂનમ, અમાવાસ્યા એમ છ દિવસેમાં (ધર્મયુક્ત) પુરૂષે તિલાવ્યંગ (તેલ ચાળીને નહાવું તે)ને અને સ્ત્રીની સાથેના વિષયભોગને ત્યાગ કરે. ૨.
અષ્ટમી, ચતુર્દશી તથા પંચમને પ્રભાવ કહેછે.
अष्टमी चाष्टकर्मान्ता, सिद्धिलाभा चतुर्दशी ।
पञ्चमी केवलज्ञानं, तस्मात्रितयमाचरेत् ॥ ३॥ અષ્ટમી (આઠમ) તે આઠ પ્રકારનાં (જ્ઞાનાવરણી, દશનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય) કમને નાશ કરવાવાળી છે અને ચૌદશ સિદ્ધિના લાભને આપવાવાળી છે અને પંચમી કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરે છે, તેથી આ ત્રણ તિથિઓનું (વ્રત) આચરણ કરવું. ૩.
૧૨