________________
બંખ્યાને સાહિત્યક્ષ બ્રડ – ભાગ ૨ એ. શ્રદ્ધા અને માન્યતા એ છે કે એકજ વસ્તુની કળાએ છે, તથાપિ પ્રથમ ઉ હૃષ્ટ અને બીજી નિકૃષ્ટ પંક્તિની છે. શ્રદ્ધાન એ માન્યતા પરિપાક છે, તે મનુષ્યમાંથી દેવત્વ અને દેવત્વમાંથી ઈશ્વરત્વ પ્રગટ કરી શકે છે, જ્યારે માન્યતા ફક્ત મનુષ્યના મનને અમુક પ્રકારને ભાવ જ સૂચવે છે અને કઈ પણ પ્રકારના
સ્પષ્ટ ફળને પ્રગટ કરી શકતી નથી. શ્રદ્ધાનનું રૂપાંતર તેને અનુરૂપ કાર્ય વહેલું મોડું થાય જ છે, પણ માન્યતા પ્રાયઃ સર્વ કાળ એકસરખી જ રહે છે. વસ્તુ સ્વરૂપ જે પ્રકારે શાસ્ત્રકારે કહ્યું છે, તેને તે પ્રકારે શ્રદ્ધવામાં અને માનવામાં વિશાળ અંતર છે, શ્રદ્ધાન થતાંની સાથેજ પર્યાયજ્ઞપ્તિ વિલય થઈ સ્વરૂપજ્ઞપ્તિમાં સ્થિતિ થાય છે, અર્થાત્ “હું શરીર નહિ પણ આત્મા છું, એવું અંતરના મમભાગમાં મનાય છે, જેવી અડગ શ્રદ્ધાથી “મારું નામ અમુક છે,” “હું અમુકને પુત્ર છું,” “હું અમુક ગામને રહીશ છું,” એમ મનાય છે, તેવી જ અડગ શ્રદ્ધાથી હું આ ત્મા છું, મારું સ્વરૂપ પુલસમૂહથી અત્યત ભિન્ન છે, એમ માનવું જોઈએ. મન, બુદ્ધિ, ઈન્દ્રિય, વગેરેમાંથી મમત્વબુદ્ધિને વિલય શ્રદ્ધાન ઉદયના સાથે થેજ જોઈએ અને તેમ ન થાય તે ચતુર્થ ગુણસ્થાનકમાં લાવી રોપનાર શાસકારની પ્રશંસાને વિષય તે શ્રદ્ધાન નથી પરંતુ આપણા મનમાં કલ્પાયેલું માત્ર માન્યતાનું નિકૃષ્ટ પંક્તિનું સ્વરૂપ છે, એમ સમજવું જોઈએ, સર્વજ્ઞ પ્રભુએ જે સ્વરૂપ દર્શાવેલું છે તે તેજ પ્રકારે અચળ શ્રદ્ધાથી ગ્રહણ કરવું તેનું નામ શ્રદ્ધાન છે, “હું આત્મા છું, જડથી અસંગ છું. મારું અને પુલનું સ્વરૂપ એકબીજાથી અત્યંત ભિન્ન છે,” એમ શાસ્ત્રકાર આપણને શ્રદ્ધાન કરાવે છે, એ વાક્યનું જે આપણને શ્રદ્ધાન થાય તે આપણા જીવનને કમ આ ક્ષણથીજ તદ્દન ફરી જઈ નવજીવનમાં પ્રવેશ થ જોઈએ. જે મમત્વ બુદ્ધિ શરીર, મન, બુદ્ધિ, અને ઇન્દ્રિયાદિકમાં હતી; તે તેમાંથી ઉઠી જઈ પોતાના સ્વરૂપમાં લઈ પામે, અર્થાત્ હું આત્મા છું એમ શ્રદ્ધાન થતાંની ક્ષણથીજ મનાય છે, પરંતુ ઉપરક્ત વાતની જે માન્યતાજ બંધાય, તે તેથી આપણું જીવનમાં કશે મહત્ત્વનો ફેરફાર થતા નથી. જીવ અને પુલ ભિન્ન હોય તો હવેથી હું તેમ માનીશ. જેમ જગત ઉપરની અનેક વસ્તુઓ અમુક અવસ્થાએ અવસ્થિત છે, એમ માનવામાં મને લેશમાત્ર હાનિ લાભ નથી, તેમ જીવ અને જડ જૂદા હોય તો પણ મને તેમ માનવામાં કશો જ લાભ કે હાનિ નથી, અહીંથી મંગળ ગ્રહ પાંચસે કેશ દૂર આજે મનાતે હોય અને કોલે કે વિજ્ઞાનશાસ્ત્રી પાંચ લાખ કેશ દૂર હોવાનું સાબીત કરે, તે જેમ તે ગ્રહ પાંચસે અથવા પાંચ લાખ કેસ દૂર હોવાનું માનવામાં મને લાભ કે હાનિ નથી તેમ જડ અને જીવ જૂદા હોય તેમ માનવામાં પણું મુને નફનુકશાન નથી. આવા પ્રકારની નિજીવ અને પાકેલ માન્યતાને શાસ્ત્રકારે કરેલા શ્રદ્ધાન સાથે કશે સંબંધ નથી, અને તેમ છતાં આજે જનસમાજની દૃષ્ટિએ શ્રદ્ધાનનું સ્વરૂપ ઉપર જણાવી ગયા તેવી માન્યતાવાળું થઈ પડયું છે, મનુષ્યને મોટે ભાગે વસ્તુ સ્વરૂપને પિતાની બુદ્ધિનાં ધારણ ઉપર