________________
૪૭ :
AAAAAAAAAAAAAAAAAAMAAN
પરિચ્છેદ. ના ચારિત્રવર્ણન–અધિકાર. જે ક્રિયાઓ તેને જિનેશ ભગવન્ત ત્રણ પ્રકારની ગુણિએ કહે છે કે જેમાં , બધાં કર્મોનાં બંધનને નાશ થઈ જાય છે. ૨૨,
૧ લી મનગુપ્તિ.
વિકઃ (ર૩ થી ૨૫). मनःकरी विषयवनानि लाषुको, नियम्य यैः शमयमशृंखलैदृढम् । वशीकृतो मननशिताङ्कुशैः सदा, तपोधना मम गुरवो भवन्तु ते ॥२३॥
શબ્દાદિ પાંચ વિષયરૂપી વનેની ઈચ્છા કરનાર એવા મનરૂપી હાથીને, શમ, યમ (ઈન્દ્રિયનિગ્રહ) રૂપી સાંકળેથી મજબૂત બાંધીને મનન કરવારૂપ તીર્ણ અંકુશથી વશ કરનારા અને તારૂપી જેને ધન છે એવા તે મહાત્માએ
મ્હારા ગુરૂ (ઉપદેશ કરનાર) થાઓ, અર્થાત્ ગુરૂઓ આવા લક્ષણવાળા જોઈએ. ૨૩.
૨ છ વચનગુપ્તિ. न निष्ठुरं कटुकमवयवर्धनं, वदन्ति ये वचनमनर्थममियम् ।
समुद्यता जिनवचनेषु मौनिनो, गुणैर्गुरून्प्रणमत तान्गुरून्सदा ॥१४॥ - કઠોર, કડવું, અમંગલ (૫૫) ને વધારનારું, અર્થહીન, અને અપ્રિય એવા વચનને જે મહાત્માઓ બોલતા નથી અને જેઓ જિનેન્દ્ર ભગવાનના વચનમાં પ્રીતિવાળા છે અને મૈની એટલે કાર્ય પૂરતું જ બોલનારા છે, સ૬ગુણે (ચરિત્ર) થી મોટા એવા તે ગુરૂઓને તમે સદા પ્રણામ કરે. અર્થાત્ આવા ગુરૂએજ વન્દનાને પાત્ર છે. ૨૪.
૩ જી કાયગુપ્તિ.. न कुर्वते कलिलववर्धकक्रियाः, सदोद्यताः शमयमसंयमादिषु । .. रता न ये निखिलजनक्रियाविधौ, भवन्तु ते मम हृदये कृतास्पदाः ॥२५॥
જે સદૂગુરૂઓ થોડા પણ કલેશને વધારનાર એવી ક્રિયાઓ કરતા નથી. અને સદા શમ, યમ, સંયમ વિગેરે કાર્યોમાં જે ઉદ્યમવાળા છે વળી જેઓ સમગ્ર સંસારી જીને કરવાની ક્રિયાવિધિમાં પ્રીતિવાળા નથી, એવા મહાભાએ મારા હૃદયમાં નિવાસ કરવાવાળા થાઓ અર્થાત્ હૃદય એવા ગુરૂઓને જ ગુરૂતરીકે માનવાવાળું થાઓ, ૨૫,