________________
૭૪
સપ્તમ
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. છ વસ્તુ લેવી દેવી નહિ.
સનુણું. न ग्राह्याणि न देयानि, षड् वस्तूनि च पण्डितैः । अग्निर्मधु विषं शस्त्रं, मद्यं मांसं तथैव च ॥१॥
અગ્નિ, મધ, ઝેર, હથિયાર, દારૂ અને માંસ આ છ વસ્તુઓ વિદ્વાન પુએ પોતે કેઈની પાસેથી ગ્રહણ કરવી નહિ અને કે મનુષ્યને આપવી પણ નહિ. (કારણકે તેમાંથી હિંસા ઉત્પન્ન થાય છે.) ૧.
દયાળુ અનેક પાપથી અટકે છે.
उपजाति. अनर्थदण्डाद्विरतिं भजन्तस्त्यजन्त्यपध्यानमिहारौद्रम् । पापोपदेशं बहुहिंस्रदानं, नित्यं प्रमादाचरणं प्रबुद्धाः ॥ २॥
नरवर्मचरित्र. નિરર્થક દંડથી (બીજાને વૃથા પડવાથી) જેઓ નિવૃત્ત થયા છે એટલે દૂર રહ્યા છે એવા વિદ્વાન પુરૂષે આ લેકમાં આરંદ્ર નામના કુત્સિત. ધાનને અને બહુ હિંસાયુક્ત દાનને તથા પાપના ઉપદેશને તેમ પ્રમાદયુક્ત એવા આચરણને હમેશાં ત્યાગ કરે છે. ૨.
હાથ લાંબા ને જીભ ટૂંકી તેનું કારણ બતાવે છે.
એક કવિએ કહ્યું છે કે, ઇશ્વરે (કુદરતે) આપણને હાથ બે આપ્યા અને તે પણ બહુ લાંબા બનાવ્યા, પગ બે આપ્યા ને તે પણ ઘણું મોટા બનાવ્યા, કાન બે આપ્યા, આંખે બે આપી, નસકેરાં બે આપ્યાં અને જીભ એકજ ને તે પણ ટુંકી કેમ બનાવી? આ બહુ ગંભીર અને રહસ્યને પ્રશ્ન છે. માણસનાં કામે ઉપરથી તેની ઈચ્છાનું અનુમાન થાય છે.
લાભ મેળવવામાટે માણસ સહેલાઈથી ગમે ત્યાં જઈ શકે તે માટે તેને મોટા ને મજબૂત પગ આપવામાં આવ્યા છે. માણસ પિતાની ઈચ્છા
- સ્વર્ગવિમાન.