________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે.
સપ્તમ ગુણગથી સુશોભિત અંગવાળા જે થતા નથી, સમગ્ર સુખોની ખાણરૂપ એવા સ્વર્ગને પામી શકતા નથી, તેમ જે (સર્વ પ્રકારનાં સુખના મુગટરૂપ) મોક્ષસુખને પણ પામી શકતા નથી તે સમગ્ર વિપત્તિઓનું કારણ આ દુષ્ટ પ્રમાદજ છે કે જે પુણ્યકની પંક્તિઓના નાશમાં પ્રવેણુ છે, માટે પ્રમાદને સર્વથા ત્યાગ કરે. ૫.
પ્રમાદને જુલમ. ઓ વાંસલડી, વેરણ થઈ લાગી તું વ્રજની નારને”—એ રાગ. એ આળસડી, શા માટે તું બંધીવાન બનાવે?
શિદ વણવા કે, કામ ચુકવી તું નુકસાન કરાવે?--ટેક ઉદ્યમ કરતાં કેઇ અટકાવે, તે તેપર દાઝ દિલે આવે;
પણ તુજપર તે બળ નવ ફાવે– એ આળસડી- ૬
તે કર જેના કબજે કીધા, જાણે બંધનથી બાંધી લીધા; તેણે તરત ઉદ્યોગ તજી દીધા–
એ આળસડીટ ૭ તુજ વશ ન શકે ઠગ એક ભરી, જાણે હેય ચરણમાં હેડ ધરી; જ તું જોરાવર જુલમીજ ખરી
એ આળસડી ૮ તું વાંચતાં વારી રાખે, જાણે તે પાટા બાંધ્યા આંખે; તે પુસ્તક તરત તજી નાખે–
એ આળસડી ૯. નથી દેતી તું ભણતર ભણવા નથી દેતી ગુણ પ્રભુના ગણવા; નથી દેતી લાભ અતિ લણવા
ઓ આળસડી ૧૦ નથી દેતી જર કે જશ રળવા નથી દેતી મિત્રોને મળવા;
નથી દેતી શિખામણ સાંભળવા– એ આળસડી ૧૧ તું દરિદ્રતા દેનારી છે, કાયાને અવગુણકારી છે,
તું નિત્યે બહુજ નઠારી છે– એ આળસડી. ૧૨ અને દિલમાં બહુ તુજથી ડરીએ, તને સ્વપ્ન પણ નહિ સંઘરીએ, દુશમન ગણી દૂર સદા કરીએ- એ આળસડી. ૧૩
મનહરછ અનન્વયાલંકાર, આળસથી અભિમાન એટલું તે ઉત્તમ છે, અભિમાની છે તે માન તાકવાને ટેક છે; લોભી પણ આળસુથી લાયક લેખાય લેશ, લાલચથી લઈ બેસે ઉદ્યમ અનેક છે;