________________
પરિ છે.
ચારિત્રસુખ-અધિકાર છેડી વૈરાગ્યરૂપી રનનું હૃદયમાં પાલન કરવું. પૃથ્વીની માફક સર્વ પ્રકારની સહનતા રાખવી અને હાસ્ય, સુખમાં તિ, દુઃખમાં અરતિ, ભય, શેક અને દુગછા આમ છ પ્રકારના કષાયના સમૂહને ત્યાગ કરે. અર્થાત્ ચારિત્રમાં હાસ્યાદિક દે છે તેને તજી સચ્ચારિત્રનું પાલન કરવું કઠિન છે. ૨૨.
ગ્રાહ્ય વસ્તુ,
ઉપનાતિ (-૨૪). महाव्रतामय॑नगातिभारो, विश्रामवर्ज शिरसैंव धार्यः । भिक्षाशनं भूशयनं नवीनध्यानानुसन्धानमहो सदैव ॥ २३ ॥
પાંચ મહાવ્રતરૂપી કલ્પવૃક્ષને અતિ ભાર વિશ્રામ લીધા સિવાય પિતાના મસ્તકઉપરજ ધારણ કરવો. ભિક્ષાનું ભેજન જમવું, પૃથ્વીઉપર શયન કરવું અને આનન્દપૂર્વક સદા ઈષ્ટદેવના ધ્યાનનું નવીન નવીન રીતે અનુસંધાન કરવું. ૨૩.
- પ્રવ્રજ્યા લેવાને તૈયાર થયેલા સુકુમાર અંગવાળા પિતાના બે પુત્રને ' તેના માતાપિતા કહે છે કે
ચારિત્રના પાલનમાં ઘણાં દુખે છે. इत्येवमादिप्रचुरमकाराचारित्ररामारमणीयहाराः। शिरीषपुष्पाधिकसौकुमार्यवद्भ्यां भवभ्यां तु कथं प्रपाल्याः ॥२४॥
नरवर्मचरित्र. હે પુત્ર એમ ઉપર કહ્યા પ્રમાણે જેના ઘણા પ્રકાર છે એવા ચારિત્રરૂપી સુન્દર સ્ત્રીઓને સુન્દર હારનું શિરીષ નામના પુકરતાં અધિક સુકુમારતા (કેમલપણ) વાળા તમે બન્ને જણુઓ કેમ પાલન કરી શકશે? અર્થાત તમે બન્ને જણ સુકેમલ છે તેથી આ મહા કઠિન વ્રતો કેમ પાલન કરી શકશે? ૨૪.
ચારિત્ર પાળવું એ કાયર પુરૂષનું કામ નથી પણ શરવીરનું જ કામ છે. કારણ કે ચારિત્રમાં અનેક દુઃખ ઉત્પન્ન થાય છે ખરાં પણ મેક્ષરૂપી મણિ પાસે તે શંખલાં સમાન છે એમ બતાવતાં આ ચારિત્રદુ:ખ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.