________________
વ્યાખ્યાને સાહિત્ય સંગ્રહ–ભાગ ૨ જો. સક્ષમ ધ, માન, માયા અને લેભ આમ ચાર પ્રકારના કષાયેલી રહિત, પ્રાણી માત્રને પીડા ન કરનાર, ગૃહસ્થ મનુષ્યની ભાષાથી જુદી રીતનું યથાર્થ (સત્ય) એવું જે ભાષણ તેને કરતા (ઉચ્ચરતા) એવા મુનિએનું તે શુદ્ધ એવું સત્યવ્રત કહેલું છે. ૧૨.
મુનિઓનું “ગપ્રવર્ગન” નામનું ત્રીજું વ્રત. ग्रामादि नष्टादि धनं परेषामगृह्नतोऽल्पादि मुने स्त्रिधापि । भवत्यदत्तग्रहवजेनाख्यं, व्रतं मुनीनां गदितं हि लोके ॥१३॥
બીજાઓનું ગામ વિગેરે તથા રસ્તામાં પડી ગયેલું ધન વિગેરે સ્વલ્પ પદાર્થને પણ ત્રણ (મન, વચન, કાયા અને કર્તા કારયિતા, અનુદયિતા,) ત્રણ રીતે ગ્રહણ ન કરનાર મુનિઓનું “ હવનન” નામનું અર્થાતુ ન આપેલું જેમાં ગ્રહણ કરાતું નથી એવું નક્કી લેકમાં કહેલ ત્રીજું વ્રત કહેવાય છે અર્થાત્ યતિઓએ તૃણની શલાકા જેટલી વસ્તુ પણ અદત્ત (તેના ધણીએ ન આપેલી) ગ્રહણ ન કરવી. ૧૩.
યતિનું ચોથું “મૈથુનવત્રત.” विलोक्य मातृस्वसदेहजावत् , स्त्रीणां त्रिकं रागवशेन यासाम् । विलोकनस्पर्शनसङ्कथाभ्यो, निवृत्तिरुक्तं तदमैथुनबम् ॥ १४ ॥
જગમાં તમામ સ્ત્રીઓનું દર્શન માતા, બહેન, પુત્રી આમ ત્રણરૂપે કરીને રાગને વશ રાખી તેઓની સામું જોવું, સ્પર્શ કર, વાર્તાલાપ કરે આ કાર્યોમાંથી નિવૃત્તિ રાખવી તે મુનિનું ગમૈથુનત્વ અર્થાત અમૈથુનવ્રત કહેલું છે એટલે સર્વ સ્ત્રીઓમાં માતા, બહેન તથા પુત્રીવત્ ભાવ રાખવે અને તેઓની સાથે રાગથી (સાંસારિક સ્નેહથી) ભાષણદિન કરવું એ અર્થ છે. ૧૪.
મુનિનું પાંચમું “ઐસં” (અપરિગ્રહ) વ્રત. सचेतनाचेतनभेदतोत्थाः, परिग्रहाः सन्ति विचित्ररूपाः । तेभ्यो निवृत्तिस्त्रिविधेन यत्र, नैसङ्ग्यमुक्तं तदपास्तसङ्गैः ॥ १५ ॥
જડચેતનના ભેદપણથી ઉત્પન્ન થયેલા પરિગ્રહ વિચિત્રરૂપવાળા છે. તે પરિગ્રહમાંથી ત્રણ પ્રકારે (મન, વચન, કાયાયે તથા કત્ત કારયિતા અને અનમેદસ્વિતારૂપે) એમ ત્રિવિધે-ત્રિવિધે નિવૃત્તિ પ્રાપ્ત કરવી તેને નિસંગ મુનિઓએ “ના સંચ” (પરિગ્રહ વિરમણ) નામનું વ્રત કહેલું છે. ૧૫.