________________
૨૫
vvvvvvvvvvvvvvvvvvv
-
~
પરિ છે.
સમ્યકત્વ-અધિકાર, સ્વરૂપને અવલખીને પિતે બંધ મોક્ષને અવિરોધીપણે પિતાના હદયમાં ચિંતવે અને દયાદિ તને અનુમાન જ્ઞાનથી નિશ્ચિત નિરધાર કરે તે બુદ્ધિશાળી છેવાથી કેક દર્શની આત્માદિક વસ્તુને સર્વથા નિત્ય ને અપરિણામી માને છે તેમના સિદ્ધાંત પ્રમાણે બંધ મોક્ષજ ઘટી શકે નહિ એમ સ્વયં સમજી શકે કેમકે જે સર્વથા નિત્ય હોય તે કઈ પણ અન્ય સ્વભાવે ઉપજે વિણસે નહિ એટલે જે બંધ સ્વભાવે ઉપજે વિણસે નહિ તે મોક્ષ. સ્વભાવે પણ ઉપજે વિણસે નહિ એટલે બંધ મેક્ષ બંનેને અભાવ થાય. વળી અપરિણમી એ જીવ જે બંધપણે પરિણમે નહિ તે મેક્ષપણે પણ પરિણમે નહિ એટલે બંધનું શુભાશુભ ફળ અને મોક્ષનું પરમાનંદ ફળ તેને પ્રાપ્ત થઈ શકે નહિ. જે દુર્બુદ્ધિભાવથી વિણસે તે સુબુદ્ધિ ભાવે ઉપજે, તેમ જે બંધ સ્વભાવથી અથવા સંસારસ્વભાવથી વિણસે તે મેક્ષસ્વભાવે ઉપજે પણ સર્વથા નિત્યને તે તે ઘટે નહિ. વળી જે પરિણામી હેય તેજ સર્વથા વિણસ્યા વિના ને સર્વથા ઉપજ્યા વિના જેમ દૂધ દધિપણે પરિણમે છે તેમ મૂળ વસ્તુજ ઉત્તરોત્તર અન્યરૂપે પરિણમે. એટલે સંસારી અશુદ્ધ જીવજ શુદ્ધ સ્વરૂપ બ્રહ્મપણે પરિણમે, પણ જે અપરિભુમી હોય છે તેમ ઘટે નહિ. આ પ્રમાણે તે સમજી શકે અને તેથી એકાંત નિત્ય ને અપરિણામી જીવાદિકને માનનારાં દર્શને બંધમાક્ષનાં વિરોધી છે એમ જાણે. તે સાથે એવા વિધી અશુદ્ધ તત્ત્વને કહેનારાના દેવગુરૂ પણ અશુદ્ધજ હેય એમ સમજી શકે તેજ રીતે પ્રકૃતિને જ બંધમેક્ષ માનવાવાળા એટલે સવથા અનિત્ય માનવાવાળાને પણ બંધમાક્ષને વિરોધ આવે છે એમ તે સમજી શકે અને સ્યાદ્વાદરૂપ વસ્તુ કહેનાર દર્શનને જ શુદ્ધ માની તેને સ્વીકાર કરે.
ગ્રંથિભેદ, આત્મા અત્યંત–સહજ-સ્વસ્થતા પામે એજ સર્વ જ્ઞાનને સાર શ્રી સવંસે કહ્યું છે.
અનાદિકાળથી જ અસ્વસ્થતા નિરંતર આરાધી છે; જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથા પ્રવૃત્તિકરણસુધી જીવ અનંતીવાર આવ્યું છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવાસુધી આવવાનું થાય ત્યારે ક્ષોભ પામી પાછે સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જ જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સુવિચાર અને સદગ્રંથને પરિચય નિરંતરપણે કર શ્રેયભૂત છે.
સમ્યગ્દર્શનનું આધુનિક ભાષાશૈલીએ સરલ દર્શન. આ સંસારમાં સર્વ પ્રકારનાં દુઃખના બીજભૂત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે, અને સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યક્રચારિત્ર સર્વ
સજન સન્મિત્ર.