Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૭
આજ્ઞા (ચાલુ)
જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા
ગુણો પ્રગટે છે. (પૃ. ૬૯૬) 2 સપુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ. (પૃ. ૭૧૧) 1 આત્માને પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે. સપુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્રય વર્તે છે અને જે તે નિશ્રયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. (પૃ. ૫૫૮). સાચા પુરુષની આજ્ઞા આરાધે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે. (પૃ. ૭૨૪) આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ
બહુ જ અસુલભ છે. (પૃ. ૨૩૦) A n આખો માર્ગ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ વારંવાર કહ્યું છે. ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત
પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. (પૃ. ૫૩૨) 0 દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તો પણ અડગ નિશ્રયથી, સત્પષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન
કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. (પૃ. ૬૨૦) T જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે; અને
તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાની ગુરુએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઇને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ(શાંતિ)નો માર્ગ અટકતો નથી. (પૃ. ૭૭૧) [ આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) (પૃ. ૨૬૦) B જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડયો. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસકિતનો ત્યાગ કરી તેની ભકિતમાં જોડાય. (પૃ. ૨૨) 1 એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. (પૃ. ૧૫૭)
સદ્દવિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની
આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. (પૃ. ૩૭૯) D જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. (પૃ. ૪૪૫)
જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. (પૃ. ૭૬૪)