Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૫
ચેલા પ્રત્યે રાખે, તો આચાર્યપણું નાશ પામે. (પૃ. ૭૦૦)
આજીવિકા
આજીવિકા
D તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્થે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. (પૃ. ૫)
. ‘ન્યાયસંપન્ન' આજીવિકાદિ વ્યવહાર' તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે.
આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે, અથવા જ્ઞાનીનો માર્ગ આત્મપરિણામી થાય છે, જે ૫૨ ધ્યાન આપવું યોગ્ય છે. (પૃ. ૬૩૪)
ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. (પૃ. ૭)
D. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તોપણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષનો કંઇ અવગ્ય ઉપયોગ (ડારણ) નથી, એમ જ્યાં સુધી નિશ્રયમાં ન આણવામાં આવે ત્યાં સુધી તૃષ્ણા નાનાપ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઇ સારભૃતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તોપણ મુમુક્ષુ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે, અને આજીવિકામાં ત્રુટનું ચથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. (પૃ. ૧૧૬)
જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઇએક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સવૃત્તિઓ મોળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી. (પૃ. ૫૧૭)
– વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે, અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે, જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઇ ચિંતા કે ન્યાયત્યાગ કરવાં ન ઘટે, કેમકે તે તો માત્ર વ્યામોહ છે; એ શમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધાનુસાર છે. પ્રયત્ન વ્યાવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મગુણરોધક છે. (પૃ. ૫૬૨)
7 આજીવિકા સિવાય કોઇમાં માયા કરું નહીં. (પૃ. ૧૪૦)
આજીવિકા માટે ધર્મ બોધું નહીં. (પૃ. ૧૪૦)
આજીવિકા અર્થે નાટક કરું નહીં. (પૃ. ૧૪૯)
3 સ્વાર્થે કોઇની આજીવિકા તોડું નહીં. (પૃ. ૧૪૪)
કોઇની આજીવિકા તોડશો નહીં. (પૃ. ૧૫૯)
આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ કંપતો જઇશ. (પૃ. ૧૫૪)