Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આજીવિકા (ચાલુ)
૩ 1 તમારી (શ્રી સૌભાગ્યભાઇની) આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખત થયાં જાણવામાં છે; એ
પૂર્વકર્મનો યોગ છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં; માટે તમે જે આકુળતાને લઈ ઈચ્છા જણાવી, તે નિવૃત્ત કરવા યોગ્ય છે. જ્ઞાની પાસે સાંસારિક વૈભવ હોય તોપણ મુમુક્ષુએ કોઈ પણ પ્રકારે તે ઇચ્છવો યોગ્ય નથી. ઘણું કરી જ્ઞાની પાસે તેવો વૈભવ હોય છે, તો તે મુમુક્ષની વિપત્તિ ટાળવા માટે ઉપયોગી થાય છે. પારમાર્થિક વૈભવથી જ્ઞાની, મુમુક્ષુને સાંસારિક ફળ આપવાનું ઇચ્છે નહીં, કારણ કે અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં. ઘણા વખત થયાં આજીવિકા અને લોકલજ્જાનો ખેદ તમને અંતરમાં ભેળો થયો છે. તે વિષે હવે તો નિર્ભયપણું જ અંગીકાર કરવું યોગ્ય છે. ફરી કહીએ છીએ કે તે જ કર્તવ્ય છે. યથાર્થ બોધનો એ મુખ્ય માર્ગ છે. એ સ્થળે ભૂલ ખાવી યોગ્ય નથી. લજ્જા અને આજીવિકા મિથ્યા છે.
(
૩૩૧).
આજ્ઞા
પરમપુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્ધવર્તનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપત્તિ(શુદ્ધ આચરણની ઉપાસના)રૂપ સદ્ધર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમપુરુષની મુખ્ય ભક્તિ છે. (પૃ. ૩૭). પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે; તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે. (પૃ. ૬૫૪) દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા
છે. (પૃ. ૬૯૧) D જેમ બને તેમ સવૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાની પુરુષ કાંઈ વ્રત આપે નહીં અર્થાત જ્યારે પ્રગટ
માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશકિત સદુવ્રત
અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાનીપુરુષની આજ્ઞા છે. (પૃ. ૬૮૬). D આચાર્યજીએ જીવોનો સ્વભાવ પ્રમાદી જાણી, બબ્બે ત્રણત્રણ દિવસને અંતે નિયમ પાળવાની આજ્ઞા
કરી છે. (પૃ. ૭૦૭) T જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત્ આત્માના કલ્યાણને અર્થે જેની કંઈ ઇચ્છા છે તે
સર્વેને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞા કરી છે. એક આજ્ઞા એવી જિનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સંયોગે ન પળી શકતાં આત્માને બાધકારી થતી હોય, તો ત્યાં તે આજ્ઞા ગૌણ કરી–નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થકરે કહી છે. (પૃ. ૪૦૦-૧). U જ્ઞાનીને ઓળખો: ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. (પૃ. ૬૬૯). જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વછંદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કોઈ વિકલ્પ કરવા નહીં.