Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આચરણ (ચાલુ)
૩૪ D તમે સૌ (શ્રી અંબાલાલભાઇ વગેરે) એવા શુદ્ધ આચરણથી વર્તજો કે વિષમ દ્રષ્ટિએ જોનાર
માણસોમાંથી ઘણાને પોતાની તે દૃષ્ટિનો કાળ જતાં પશ્ચાતાપ કરવાનો વખત આવે. (પૃ. ૨૮૩) D આઠ ત્રાટક ઇંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે
જે પરમાર્થના નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયા. ને તે આચરણને વિષે મિયાગ્રહ છે તે. નિવૃત્ત કરવાનો બોધ કહ્યો છે, તે પણ અનપેક્ષા કરતાં જીવને પુરુષાર્થવિશેષનો હેતુ છે. (પૃ. 438) T જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે
જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદના થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે
સનાતન આચરણ છે. (પૃ. ૩૫૨) D મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે. (પૃ. ૧૫૫)
જે મહતુ પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. (પૃ. ૨૯૯) T સંબંધિત શિર્ષકો : મંગલાચરણ, સદાચરણ. આચાર્ય | D તે દેહાત્મબુદ્ધિ) ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, રા.રત્રશ્રવણ કે ઉપદેશ. તે વગડામાં પોક મૂક્યા જેવું
છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભોજન જમે તે
કાઇ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, ભ્રમ બુદ્ધિ મટે તે કાંઇ છાનું રહે નહીં. (પૃ. ૭૩ ૨) 1 જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે
અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાનને હું પરમ ભક્તિથી
નમસ્કાર કરું છું. (પૃ. ૫૮૦-૧) D પાંચે ઈન્દ્રિયો પૂર્ણ હોય તે જ આચાર્યપદવીને યોગ્ય થાય. (પૃ. ૭૬૬) | આચાર્યો એવા જોઈએ કે શિષ્યનો અલ્પ દોષ પણ જાણી શકે અને તેનો યથાસમયે બોધ પણ આપી
શકે. (પૃ. ૭૭૯). D મહાન આચાર્યો અને જ્ઞાનીઓમાં દોષ તથા ભૂલ હોય નહીં. આપણાથી ન સમજાય તેને લીધે આપણે
ભૂલ માનીએ છીએ. આપણાથી સમજાય તેવું આપણામાં જ્ઞાન નથી માટે તેનું જ્ઞાન પ્રાપ્ત થયે જે જ્ઞાનીનો આશય ભૂલવાળો લાગે છે તે સમજાશે એવી ભાવના રાખવી. એકબીજા આચાર્યોના વિચારમાં કોઇ જગોએ કાંઇ ભેદ જોવામાં આવે તો તેમ થવું ક્ષયોપશમને લીધે સંભવે છે, પણ વસ્તુત્વે
તેમાં વિકલ્પ કરવા જેવું નથી. (પૃ. ૭૬૫-૬) T આચાર્યજીએ જીવોનો સ્વભાવ પ્રમાદી જાણી, બબ્બે ત્રણત્રણ દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા
કરી છે. (પૃ. ૭૦૭) D જ્યાં જ્યાં “આ મારાં ભાઇભાંડુ' વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે. આ જ રીતે સાધુ પણ