Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
આકુળતા
આકુળતા
૩૨
૩૨
]
| આકુળતા 0 જેટલી આકુળતા છે તેટલો માર્ગનો વિરોધ છે, એમ જ્ઞાની પુરુષો કહી ગયા છે. (પૃ. ૩૯૩)
સંબંધિત શિર્ષક નિરાકુળતા આગમ
[ આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર. આગમ એટલે આતે કહેલા
પદાર્થની શબ્દધારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. (પૃ. ૭૬૧) IT જેનો પ્રતિપાદક મૂળપુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યાં છે તે આગમ છે. વીતરાગદેવના બોધેલા
અર્થની યોજના ગણધરોએ કરી ટૂંકામાં મુખ્ય વચનોને લીધાં; તે આગમ, સૂત્ર એ નામથી ઓળખાય
છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજાં તેનાં નામ છે. (પૃ. ૧૭૩) T સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિર્વાણ પ્રાપ્ત કરાવનાર
એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર (પંચાસ્તિકાય) કહું છું તે શ્રવણ કરો. (પૃ. ૫૮૭) : D શાસ્ત્ર-સૂત્ર કેટલાં? એક પક્ષ એમ કહે છે કે અત્યારે પિસ્તાલીસ કે તેથી વધારે સૂત્રો છે અને તેની નિર્યુક્તિ, ભાગ, ચૂર્ણિ, ટીકા એ સઘળું માનવું એક પક્ષ કહે છે કે બત્રીસ જ સૂત્ર છે; અને તે બત્રીસ જ ભગવાનનાં બોધેલાં છે; બાકી મિશ્ર થઈ ગયાં છે; અને નિર્યુક્તિ ઇત્યાદિક પણ તેમ જ છે. માટે બગીરા માનવાં. બીજા પક્ષની ઉત્પત્તિને આજે લગભગ ચાર વર્ષ થયાં. તેઓ જે બત્રીસ સૂત્ર માને છે તે નીચે પ્રમાણે :
૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂળ, ૪ ઇંદ, ૧ આવશ્યક. (પૃ. ૧૭૫') T સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી. શૈલેશીઅવસ્થા.
પર્વતની સર્વ કિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે. (પૃ. ૪૬ ૯). T કોઇ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના (નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો
ઉપદેશ) પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય - અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે; અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થકરે પણ એમ જ કહ્યું છે; અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા
છે; માટે સેવનીય છે. (પૃ. ૩૪૫). 1 વર્તમાન આગમમાં અમુક સ્થળો વધારે સંદેહનાં સ્થાન છે, પણ પુરુષની દ્રષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે, માટે ઉપશમદ્રષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી.