Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૩૩
(પૃ. ૧૨)
- જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઇ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે. (પૃ. ૩૩૧)
ગમ પડયા વિના આગમ અનર્થકારક થઇ પડે છે. (પૃ. ૨૨૨)
આગાર
જે હેતુથી એટલે શારીરિક રોગવિશેષથી તમારા નિયમમાં આગાર હતો તે રોગ વિશેષ વર્તે છે, તેથી તે આગાર ગ્રહણ કરતાં આજ્ઞાનો ભંગ અથવા અતિક્રમ નહીં થાય; કેમકે તમારો (શ્રી છોટાલાલભાઇનો) નિયમ તથાપ્રકારે પ્રારંભિત હતો. એ જ કારણવિશેષ છતાં પણ જો પોતાની ઇચ્છાએ તે આગાર ગ્રહણ કરવાનું થાય તો આજ્ઞાનો ભંગ કે અતિક્રમ થાય. (પૃ. ૫૦૨)
આચરણ
— સદ્ગત આચરવામાં શૂરાતન રહે તેમ કરવું, મંદ પરિણામ થાય તેમ કરવું નહીં. જે જે આગાર બતાવ્યા છે તે ધ્યાનમાં રાખવા પણ ભોગવવાની બુદ્ધિએ ભોગવવા નહીં. (પૃ. ૬૮૭)
આગ્રહ
સંવત્સરીના દિવસસંબંધી એક પક્ષ ચોથની તિથિનો આગ્રહ કરે છે, અને બીજો પક્ષ પાંચમની તિથિનો આગ્રહ કરે છે. આગ્રહ કરનાર બન્ને મિથ્યાત્વી છે. (પૃ. ૭૦૩-૪)
મત અને દર્શનનો આગ્રહ છોડી દઇ જે સદ્ગુરુને લક્ષે વર્તે તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. (પૃ. ૧૫૩)
વ્યવહાર અને નિશ્ચય એ આદિ મિથ્યાચર્ચામાં નિરાગ્રહ રહેવું; મધ્યસ્થભાવે રહેવું. (પૃ. ૭૦૯)
D કેશીસ્વામી મોટા હતા, અને પાર્શ્વનાથસ્વામીના શિષ્ય હતા, તોપણ પાંચ મહાવ્રત અંગીકાર કર્યા હતાં. કેશીસ્વામી અને ગૌતમસ્વામી મહા વિચારવાન હતા, પણ કેશીસ્વામીએ એમ ન કહ્યું, ‘હું દીક્ષાએ મોટો છું માટે તમે મારી પાસે ચારિત્ર લો.' વિચારવાન અને સરળ જીવ જેને તરત કલ્યાણયુક્ત થઇ જવું છે તેને આવી વાતનો આગ્રહ હોય નહીં. (પૃ. ૬૯૨)
સત્પુરુષો કાંઇ સઅનુષ્ઠાનનો ત્યાગ કરાવતા નથી; પણ જો તેનો આગ્રહ થયો હોય છે તો આગ્રહ દૂર કરાવવા તેનો એક વાર ત્યાગ કરાવે છે; આગ્રહ મટયા પછી પાછું તે ને તે ગ્રહણ કરવાનું કહે છે. (પૃ. ૭૦૨)
સત્પુરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતો નથી. (પૃ. ૭૧૧)
Eસંબંધિત શિર્ષકો : કદાગ્રહ, દુરાગ્રહ
આચરણ
કદી પણ દંભપણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં. (પૃ. ૬૮૭) વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. (પૃ. ૧૪)