________________
- સંસાર સંસ્થાનકાળ ભગવતી શ-૧. ઉં-૨ ૧ . . પરિશિષ્ઠ:
પશુ મરીને પશુ થાય છે, અને મનુષ્ય મરી મનુષ્ય થાય છે. આ પ્રમાણેની માન્યતાનું નિરાકરણ કરવા માટે ગૌતમસ્વામીએ આ પ્રશ્ન કર્યો કે, હે ભગવાન! જીવ અનાદિકાળથી એક યોનિમાંથી બીજી
નિમાં ભ્રમણ કરી રહેલ છે, તે ભૂતકાળમાં જીવે કેટલા પ્રકારને સંસાર વિતાવેલ છે? ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, હે ગૌતમ ! સર્વ
જીવ ભૂતકાળમાં ચાર પ્રકારના સંસારમાં રહેલ છે. કયારેક નારકી, - ક્યારેક તિર્યંચ, ક્યારેક મનુષ્ય અને કયારેક દેવ. આ પ્રમાણે ભવભ્રમણ કરવું તેને સંસાર સંસ્થાનકાળ કહે છે. ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે, હે ભગવાન ! નરકમાં જીવ રહ્યો છે ત્યાં તેણે કેટલે સમય વિતાવ્યો ? ભગવાને ફરમાવ્યું કે, ત્યાં ત્રણ પ્રકારને કાળ વિતાવેલ છે. જેમકે, (૧) શૂન્યકાળ. (૨) અશૂન્યકાળ. (૩) મિશ્રકાળ. .
“તિરિયા સુdળવા જેવા દેશ તિથિ વિ...”
અર્થ - તિર્યમાં શૂન્યકાળ હેતું નથી. શેષ ત્રણ ગતિમાં ત્રણે કાળ છે. હવે તેનું વર્ણન કરવામાં આવે છે. જો કે આ ત્રણે કાળમાં પ્રથમ શૂન્યકાળનું નામ આપેલ છે, છતાં પણ સમજવાની સરળતા માટે પ્રથમ અન્યકાળનું વર્ણન કરવામાં આવે છે.
અચૂન્યકાળ – જેમ વર્તમાનકાળમાં સાતે નરકમાં જેટલા જીવ વિદ્યમાન છે, તેમાંથી જેટલા સમય સુધી કેઈ જીવ ન તો મરે, અને ન તે ન ઉત્પન્ન થાય, અર્થાત્ તેટલાને તેટલા જ જીવ જેટલા સમય સુધી રહે તે સમયને નરકની અપેક્ષાએ અશૂન્યકાળ કહે છે. સારાંશ એ છે કે, નરકમાં એક એવો કાળ પણ આવે છે કે જ્યારે કેઈ નવા જીવો નરકમાં આવતા નથી, અને પહેલાંના નારકીમાંથી - કેઈ બહાર નીકળતા પણ નથી. તે કાળ નરકની અપેક્ષાએ અશૂન્યકાળ કહેવાય છે.
મનુષ્ય અને દેવને સંસ્થાનકાળને અલ્પબહુત આદિ નારકીઓના . સમાન સમજી લેવો---