________________
આ સમ્યકજ્ઞાનના મહાન કાર્યની પાછળ આપે ઘણી જ મહેનત લીધેલ છે અને અત્યન્ત વિગ્ય મહાન સાહિત્યને બાળ જી માટે પણ ઉપયોગી બનાવેલ છે. આપશ્રીના પરિશ્રમ અને પુરુષાર્થને ધન્યવાદ ઘટે છે. આપને ધર્મ નેહ સદા સ્મૃતિમાં રહે છે. ઉદયપુર (રાજસ્થાન)
–ભુવનવિજયજી ગણી જૈન ઉપાશ્રય,
( અત્યારે વિજયભુવનરત્નસૂરિજી) ભાદરવા વદિ ૭
આપના તરફથી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ બીજે મલ્યા છે, તે સાભાર સ્વીકાર કર્યો છે. ગ્રન્થ બહુ જ ઉપયોગી છે. પહેલે ભાગ પણ મોકલાવશે. નડિયાદ
-મુનિરાજ શ્રી લલિતવિજયજી મ. કારતક સુદિ ૭
ભગવતી સૂત્ર સાર સંગ્રહના બીજા ભાગનું પ્રકાશન જલદીથી કરવા બદલ સાચે જ તમે અભિનન્દન અને ધન્યવાદને પાત્ર છે.
દ્રવ્યાનુયેગના કિલષ્ટ વિષયને-સિદ્ધાંતને વફાદાર રહીને સમયાનુરુપ પરિભાષા આપવા પૂર્વક જિજ્ઞાસુઓને રૂચિકર બને તે રીતે સ્પષ્ટ કરે તે કેટલું કઠિન છે એ તે એના અનુભવીઓ જાણે છે. આ ક્ષેત્રની સફળતાના પાને પરની આપની પ્રગતિ અને આ વિષયનું ચિંતન ખુબ જ અનુમોદનીય અને આદર્શ છે. બીજા ભાગમાં વસ્તુલક્ષી સ્પષ્ટીકરણ તત્વજ્ઞાનના નવનીત સમું છે અને સ્વાધ્યાયશીલે માટે પથદર્શક છે.