________________
આપણે ધર્મ
પણ કદાચ કોઈને આનન્દ આવે ખરે, પણ તે સકારણ અને અબાધ્ય ત્યારે જ થાય કે જ્યારે હું–તુંને ભેદ મટી જઈ સર્વત્ર જ્ઞાનપુરઃસર બ્રહ્મભાવ વિસ્તરે, અને તન્મય સકલ જીવિત થઈ સ્વાભાવિક ઉગાર થાય કે–
ર્વડ કુલિન બનતુ ર વસ્તુ નિરામય ! सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ॥”
(અન્ન સર્વે સુખી રહે, સર્વે નિરામય રહા, સર્વે ભદ્રને પામો, કેઈ પણ દુ:ખી ન રહે.)–જે કામ ખાસ કરીને ધર્મનું છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ શું છે એ વિચારવાનું કામ પડ્રદર્શનાદિ વિચારગ્રન્થનું છે; સારાબેટાને એટલે કાયકાર્યને ઉપદેશ કરવો એ કામ વિધિનિષેધશાસ્ત્રનું, અર્થાત સંકુચિત અર્થમાં ધર્મ શબ્દને પ્રવેગ કરી જેને “ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે તે શાસ્ત્રનું છે; રમણીયાર્થનું દ્યતન કરવું એ કામ સાહિત્યસંગીતાદિ કલાઓનું છે. તત્ત્વશાસ્ત્ર પ્રમાણદ્વારા વસ્તુસ્વભાવને નિર્ણય કરે છે, વિધિનિષેધશાસ્ત્ર પ્રવૃત્તિનિવૃત્તિને ઉપદેશ કરે છે, કાવ્યાદિસાહિત્યગ્રન્થ–જેવા કે ઇતિહાસપુરાણુદિ–તે વસ્તુનું ઘતન કરી તથા ધર્મવૃત્તિમાં ચૈતન્ય અપ આનન્દ અનુભવાવે છે. આ સર્વે ઉદ્દેશને સંગ્રહ “ધર્મ માં થાય છે. એક રીતે જોતાં સર્વ ધર્મમાં આ ત્રણ અંગે સ્કુટવા અસ્કુટ રૂપે રહેલાં હોય છે, પણ બ્રાહ્મધર્મમાં વિશેષ એટલો છે કે એમાં સર્વ અંગે સારી રીતે વિકસિત થયાં છે એટલું જ નહિ પણ વેદના સમયથી આજ પર્યત જે જે ગ્રન્થમાં એ અંગેનું વધારે વધારે ફેટન થતું આવ્યું છે તે સર્વને ધર્મના ગ્રન્થ તરીકે માન આપવામાં આવે છે. બ્રાહ્મધર્મના અનુસારીઓ ધર્મસંસ્થાને સાચવવા માટે એકતા ખાતર તેમ જ આદિગ્રન્થ તરીકે વેદને માને છે. તથાપિ વેદને જ ન વળગી રહેતાં “ગુણઃ પૂજાસ્થાન” એ સિદ્ધાન્ત સ્વીકારી તેઓએ ધર્મવૃત્તિ જાગૃત રાખનાર સર્વ ગ્રન્થોને યોગ્ય માન આપ્યું છે અને તે સાથે વેદની મહત્તા કાયમ રાખી છે. આ દષ્ટિએ જોતાં ઇતિહાસપુરાણની બ્રાહ્મધર્મના ઇતિહાસમાં સાર્થકતા સમજાશે.
૪. મનુષ્યને સ્વાભાવિક રીતે જ્ઞાનના પ્રકાશની, કર્તવ્યભાવનાની, અને આત્મબલની જરૂર છે. એ ત્રણે આકાંક્ષાઓ જ્યાં સુધી પૂરી ન પડે ત્યાં સુધી ધર્મનું પ્રયોજન સંપૂર્ણ રીતે સિદ્ધ થયું ન ગણાય.
(ક) મનુષ્ય જ્યાં જ્યાં દષ્ટિ નાંખે છે ત્યાં ત્યાં અજ્ઞાનદશામાં પ્રથમ - તે એને વિષમતા જ પ્રતીત થાય છે. પિતાને આત્મા એને દુઃખ મલિનતા