________________
આપણે ધર્મ “જીવ-શિવના સંબન્ધ વિષે પણ જુદા જુદા દૃષ્ટિબિન્દુથી બ્રાહધર્મ અવલોકન કર્યું છે. અને એ ધર્મ કેવો નિકટ તથા આન્તર છે તે અનેક રીતે દર્શાવ્યું છે. “તે તું છે,” “હે વિભે! વિરહી જેમ જગતને પ્રિયામય દેખે છે તેમ હું જગતને તમારામય દેખું છું,” “યશોદા ઝુલાવે પુત્ર પારણે,”
પિતા પુત્રનું, સખા સખાનું, પ્રિય પ્રિયાનું, સહન કરે છે–તેમ હે દેવ! મહારું તમે સહન કરવા ગ્ય છે.”—ઇત્યાદિ અનેક રીતે એ સંબન્ધનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
૩. “ધી” એ માત્ર વિચારરૂપ, જેને શાસ્ત્રીય પરિભાષામાં “તર્ક અથવા પરોક્ષાને કહે છે, તે નથી; માત્ર ક્રિયારૂપ પણ નથી, એટલે કે કર્તવ્ય કરવામાં જ એની પરિસમાપ્તિ નથી; તેમ જ માત્ર હદયના ભાવરૂપ એટલે ભક્તિ કે આનન્દમાં જ એની પરિસમાપ્તિ થાય છે એમ પણ નથી. ધર્મમાં એ ત્રણેને અદ્ભુત સંગ્રહ થાય છે, અને એવી રીતે પણ ધર્મનું સર્વદેશીપણું હોવું જોઈએ, અને તે બ્રાહ્મધર્મમાં છે. (૧) માત્ર વિચાર એ તત્ત્વચિનનશાસ્ત્ર વિષય છે એથી સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પણ તે જ્ઞાન, ધર્મ વિના, અપક્ષ અનુભવ કરાવી શકતું નથી. (૨) ધર્મ એ માત્ર ક્રિયારૂપ નથી, અને તેથી કર્તવ્ય કરવામાં જ એની પરિપૂર્ણતા નથી. કર્તવ્ય કરવાથી અપાપ થવાય છે, પવિત્રપણું આવે છે, પણ જ્યાં સુધી જ્ઞાનોદય થયા નથી ત્યાં સુધી વિવેક આવતું નથી અને આત્મા એક પ્રકારની જડતા અનુભવે છે, અને અપાપ થઈને સિદ્ધ કરવાને જે પરમ ઉદ્દેશ તે સિદ્ધ થન નથી. (૩) વિચાર અને આચાર, જ્યાં સુધી એમાં આનન્દને અનુભવ ન થાય ત્યાં સુધી, મનુષ્યને પરમ સાધ્ય તરફ દરવાને અસમર્થ છે. જ્યારે જ્ઞાન મેળવી, તદનુસાર ક્રિયા કરી, એ જ્ઞાન અને ક્રિયા બંનેમાં આનન્દ અનુભવાય, ત્યારે ધર્મનું પ્રયોજન સિદ્ધ થયું એમ ગણાય. અમુક કર્તવ્ય સંબન્ધી સિદ્ધાન્ત જાણ્યા છતાં, જ્યાં સુધી કર્તવ્ય કાર્ય થાય નહિ ત્યાં સુધી જ્ઞાનની સાર્થકતા નથી. કર્તવ્યજ્ઞાન મેળવીને તદનુસાર કાર્ય કરવામાં પણ જ્યાં સુધી અનિચ્છા કે ખેદ જણાય છે અને આનન્દ આવતું નથી ત્યાં સુધી કર્તવ્યભાવના અપૂર્ણ રહે છે. જ્ઞાનમાં અને ક્રિયામાં આનન્દનું સિંચન કરવું એ કામ સવિશેષ રીતે ધર્મનું છે. ધર્મ વિનાના શુષ્ક જ્ઞાનમાં તથા કઠોર કર્તવ્યક્રિયામાં તવમસિ”, “
વિઘ વિશે વિસામ પિરામિ અन्मयं जगत् "; "पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि ફેય ”!