________________
' આપણે ધર્મ
નથી, તેમાં કારણભૂત ક્રિશ્ચન ધર્મનું મૂળ સ્વરૂપ નથી; પણ ઈ.સ. ૧૪–૧૫–૧૬ ભાસકાથી શરુ થએલી રેમ અને ગ્રીસની–એના સાહિત્યદ્વારા ઉત્પન્ન થએલી– અસર છે. આ સર્વ એકદેશિતા (one-sidedness)નું પરિણામ એ આવ્યું છે કે પાશ્ચાત્ય પ્રજા મહાભારત અને ભાગવત જેવો એક પણ ધર્મગ્રન્થ ઊપજાવી શકી નથી.
ઊડી શેઇ દેશવ્યો છેચાર
- જેમ જગત સંબન્ધી વિચારમાં બ્રાહ્મધર્મમાં ઈહલોક અને પરલોકને યોગ્ય વિચાર દર્શાવ્યું છે, તેમ ઈશ્વર સંબધી વિચારમાં પણ બ્રાહ્મધર્મ બહુ ઊંડી શોધ કરી છે. ઉદાહરણ તરીકે “ gવ્યાં રતન શિન્યા अन्तरो यं पृथिवी न वेद यस्य पृथिवी शरीरं यः पृथिवीमन्तरो ચમચતિ..પણ તે અલ્માડતાશ્વતઃ” (જે પૃથ્વીમાં રહ્યો છતાં પૃથ્વીથી અંતર–જુદે છે; જેને પૃથ્વી જાણતી નથી, પૃથ્વી જેનું શરીર છે, ને જે પૃથ્વીને અંતર્યામી છે......એ જ તારો અન્તર્યામી અને અમૃત આત્મા છે) ઈત્યાદિ, એકએકથી ચઢીઆતી વેદના સમયથી માંડી આજ પર્યન્ત અસંખ્ય ઉક્તિઓ મળશે–જેના જેવી અન્ય ધર્મમાં જડવી અશક્ય છે. બૌદ્ધ ધર્મે કેટલોક વખત ઈશ્વર સંબધી વિચાર ન કર્યો, અને જ્યારે કર્યો ત્યારે ઘણું કરીને બ્રાહ્મધર્મના અનુસાર જ કર્યો. ક્રિનિટિએ આરંભમાં ઈશ્વરને એક મનુષ્ય–પિતા તરીકે જ કર્યો. અને પાછળના વખતમાં ઈશ્વરસ્વરૂપ સંબધી જે જે ગંભીર વિચાર કર્યા તે સર્વમાં ગ્રીક ફિલોસોફિની જ અસર હતી. પરંપરા સંબંધે એમાં બ્રાહાધર્મને કેટલો પ્રવેશ હતો એ પ્રશ્ન બાજુપર મૂકીએ તે પણ એટલું તે સિદ્ધ જ ગણશે કે ઈશ્વરસંબંધી તત્વવિચાર ક્રિનિટિમાં સ્વતન્ત્ર રીતે ઉદ્ભવ્યો નથી.
છવ સંબંધી વિચારમાં પણ બ્રાહ્મધર્મ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ પદવી ભાગવે છે. બૌદ્ધમતવાળાઓએ “આત્મા” એવી વસ્તુ જ સ્વીકારી નહિ, અને એને સ્થાને વિજ્ઞાનના પ્રવાહને મૂકી, ધમરચના કાયમ રાખવા યત્ન કર્યો; અર્થાત, પાયા વિનાની ઇમારત બાંધવા જેવું કર્યું. ક્રિનિટિએ આત્માની ઉત્પત્તિ માની, અને આ રીતે જડવાદરૂપી કલિના પ્રવેશ માટે માર્ગ કરી આપ્યો, આત્માને જન્મ માન્યા છતાં, વિજ્ઞાનવાદ સ્વીકારી જગતના દ્રષ્ટા તરીકે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કર્યું, અને તેમાં એવી દલીલ મૂકી કે આત્માના જન્મ પહેલાં જગત તે હતું જ, માટે તે જગતનો દ્રષ્ટા હોવો જોઈએ, જે “ઈશ્વર–શબ્દવાચ્ય છે. પણ આ સાથે એટલું વીસરાઈ ગયું કે આત્મા વિના જગત અને જગતને કષ્ટા બંને અસંભવિત છે !