________________
( ૩
)
આપું, વિગેરે. આ સર્વ હોળાઓ રાજાએ પૂર્ણ કરી આપ્યા. રાણું ચંદ્રલેખા ગર્ભના અનુભાવથી સાધુજનોને યથાયોગ્ય નિર્દોષ આહારાદિ આપવા લાગી. પિતાના મનોરથોને પૂર્ણ કરતી હર્ષિત હદયવાળી રાણી, સુંદરીને કહેવા લાગી. સુંદરી ! ખરેખર આ જગતમાં તારો ધર્મ (તું જે ધર્મ માને છે તે) સુખદાઈ છે. સુંદરીએ પણ અવસર ઉચિત જણાવ્યું કે, બ્લેન ! જિનેશ્વર ભગવાનને કહેલ ધર્મ નિચે મેક્ષસુખનું કારણ છે, બાકી બીજુ સર્વ દુનિયામાં મેહરાજાનું ચેષ્ટિત છે.
પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, જેની વિવિધ પ્રકા રની કર્મપરિણતી, અને પુલોના નાના પ્રકારના પરિણામ. તે સર્વ ઘણી સારી રીતે જિનેશ્વર ભગવાનના કહેલ ધર્મથી જાણી શકાય છે. તેમજ જીવોની દયા જાણવાનું અને કરવાનું પણ મુખ્ય માન જિને. શ્વરને જ ઘટે છે. તમારે પણ સારી રીતે જીવદયા જાને કરવી જોઈએ. વિગેરે સામાન્યથી ધર્મનું રહસ્ય રાણીને સમજાવ્યું.
સુંદરીનાં યુક્તિયુક્ત વચનો સાંભળી, ચંદ્રલેખાએ જણાવ્યું. બ્લેના તારું કહેવું સત્ય છે, તેમાં કાંઈ સંદેહ જેવું નથી. ઈત્યાદિ ધાર્મિક વાર્તા–વિનોદ કરતાં અનુક્રમે નવ માસ વ્યતીત થતાં, સારા દિવસે અને સારા મુદ્દતે રાણીએ પુત્રીને જન્મ આપ્યો. સાત પુત્ર પર પુત્રીનો જન્મ થતાં આખા શહેરમાં આનંદ થશે. રાજ રાણીના પણ હર્ષ ને પાર ન રહ્યો. વધામણી આપનાર કમળ ધાવ માતાને રાજાએ શરીર ઉપરના તમામ અલંકારે આપ્યા. આખા શહેરમાં વધામણું શરૂ થયું. બંદીખાનેથી બંદીવાનોને છેડી મૂકયા. અમુક અમુક જાતના કર માફ કર્યા, કેટલાક ઓછા કર્યા. માન ઉન્માનની વૃદ્ધિ કરાવી. સ્થાને સ્થાને રમત ગમ્મતના અખાડાઓ અને માંચાઓ ઊભા કરાવ્યા. ધારે ધારે ચંદનનાં તોરણ બંધાવ્યા, સ્થળે સ્થળે સુસંધા પાણી છટાવ્યા.બજરે, મહેલો અને ગૃહે શણગારવામાં આવ્યા. સ્થાને સ્થાને તૃત્યાદિ નાટકદિ ઓછો શરૂ થયા-સુમધદાર ધૂપને બહાર