________________
(૩૩૩)
બીલકુલ પાપ નહિં કરું. તે દિવસથી તે રાજા આખા ગંધારદેશનું રાજ્ય ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યો. અન્યાયભરેલા કરો પ્રજા ઉપરથી કાઢી નાંખ્યા અને જેમ બને તેમ પ્રજાને સુખી કરવા લાગ્યું.
હરિશ્ચંદ્ર રાજાએ, ધર્મશ્રદ્ધાળુ બાળમિત્ર સુબુદ્ધિ નામના ક્ષત્રિય પુત્રને બોલાવીને કહ્યું -મિત્ર ! આજથી હું તને એક જ કામ ઉપર ખબર રાખવાની તારી નિમણુક કરૂં છું. અને તે એ જ છે કે કોઈ. પણ ઠેકાણે કાંઈ પણ ધર્મ સંબંધી વાત તારા સાંભળવામાં આવે અથવા કોઈ ધર્મકથન કરનાર તારા દેખવામાં આવે તો તે વાત તરત. આવીને મને નિવેદિત કરવી.
પાપનાં પ્રત્યક્ષ ફળ દેખનાર હરિશ્ચંદ્ર રાજ જાગૃતિમાં આવ્યો. તેનું વલણ ધર્મને રસતે જ દોરાયેલું હતું. તે પિતાનું જીવન ધમમય કરવાને ઈચ્છતો હતો. તેને માટે તે કામ ઉપર અર્થાત ધર્મમાં જાગૃતિ આણવા માટે પિતાના મિત્રને તેણે રોક્યો હતો. આત્મ ઉન્નતિની ઈચ્છા રાખનારા વ્યવસાયી-યા–પ્રમાદી મનુષ્યોએ આ પ્રમાણે કરવું તે સર્વ પ્રકારે પેચ છે.
સુબુદ્ધિએ રાજાનું કહેવું વિનયપૂર્વક અંગીકાર કર્યું. તે દિવસથી ધર્મ સંબંધી કાંઈપણ વાત સાંભળતો, તે તરતજ રાજાને કહી આપતો. એટલું જ નહિં પણ તેવા શુદ્ધ ધર્મોપદેશક મહાત્માઓની તપાસમાં પણ તે ફરતો હતો. સુબુદ્ધિનાં વચન, પરમસદ્ધાળુ થઈને રાજા સÉહતો હતો.
એક દિવસ શહેરની બહાર દેવોએ કરેલો પ્રકાશ અને મહિમા દેખી રાજાએ પૂછયું. મિત્ર ! આ પ્રકાશ અને મહોચ્છવ શા માટે કરાય છે?
સુબુદ્ધિએ તપાસ કરી કહ્યું. શહેરની બહાર એક મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. દેવે તેમને મહિમા-મહેચ્છવ કરે છે. તે સાંભળી રાજાનું મન હર્ષથી પ્રફુલ્લિત થયું. મિત્રને સાથે લઈ રાજા, કેવળી ભગવંતને વંદન કરવા માટે ગયા. ભક્તિથી નમસ્કાર કરી