________________
(૩૯૧)
સમ્યક્ શ્રદ્ધાનના રક્ષણાર્થે આઠ અતિચાર દૂર કરી આઠ ગુણ ધારણ કરવા. જીવાદિ પદાર્થોને હેય, ય, ઉપાદેય બુદ્ધિથી યથાયોગ્ય જે સહે છે કે, માતાના દૂધની માફક નિઃશંકપણે આત્મગુણરૂપ શરીરનું પોષણ કરે છે, મિયા આડંબરીઓના કષ્ટકર્માદિ બાહ્ય આડં. બરને દેખી તેમની પાસે સત્ય છે તેમ ધારી દડી જવું ન જોઈએ. પણ તેમનાં વર્તન અને વચનોને બુદ્ધિની કસોટી ઉપર ચડાવી પરીક્ષા કરવી જોઈએ. ધર્મનું ફળ મળશે કે કેમ ? આ સંદેહ કરો એગ્ય નથી. વ્યવહારનાં નાનાંમોટાં દરેક કાર્યનાં ફળ મળે છે તે પછી નિ:સ્પૃહભાવે કરાતા ધર્મનું ફળ કેમ નહિં મળે ? જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્મધર્મમાં પ્રયત્ન કરનાર યોગ્ય જીવને દેખી તેની પ્રશંસા કરવી. બનતા પ્રયત્ને તેમની અગવડતા દૂર કરી તેમના ધાર્મિક જીવનમાં સરલતા કરી આપવી. આમ કરીને તે તે ધાર્મિક કાર્યના ઉત્સાહમાં અન્યને વૃદ્ધિ કરી આપવી, આત્મધર્મથી પતિત થતાં જીવોને હિતોપદેશ આપી પાછા તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવા. નહિં કે તેનાં છિદ્રા દેખી તેને ધર્મથી ભ્રષ્ટ કરવા કે પોતે ધર્મથી ભ્રષ્ટ થવું. રાજીમતી જેવી સુશીલ અબળાએ ચારિત્રથી ભ્રષ્ટ થતા–પતિત થતા રથનેમીને હિતોપદેશ આપી સ્થિર કર્યો હતો. આ પ્રમાણે ધર્મથી પતિત થતાનું રક્ષણ કરવું. વ્યવહારમાર્ગમાં સીદાતા, દુખી થતા એક ધર્મ પાળનાર સ્વધર્મી બંધુઓને એગ્ય રીતે આશ્રય આપી આગળ વધારવા. ભરત રાજાએ શ્રાવકને મદદ આપી હતી. બાહુબલીએ પૂર્વજન્મમાં મુનિઓને મદદ કરી હતી. આ મદદ આપવાથી તેઓ, સ્વપકલ્યાણ કરો સુખી થયા હતા. આનું નામ સ્વામીવલ કહેવાય છે શીયળના ઉત્કટ પ્રભાવથી સુભદ્રાએ શાસનની ઉન્નતિરૂપ પ્રભાવના કરી હતી. તેવી રીતે અન્ય કોઈપણ જ્ઞાનાદિ અદ્ભુત ગુણથી ધર્મને પ્રભાવ વિસ્તરિત કરવું, તેથી અનેક જીવોને ધર્મની પ્રાપ્તિ થાય છે, પ્રભાવને ધર્મપ્રાપ્તિનું નિમિત્તકારણ છે.
આ ગુણથી વિભૂષિત આમાઓ સ્વ૫ વખતમાં સંસારને પાર