________________
(૪૩)
વસ્ત્ર, પાત્ર અને શવ્યા-મુકામ એ ચારે સારોક્ત વિધિએ નિર્દોષ હેય તેનું આસેવન કરવું.
અકિંચન-વિવિધ પ્રકારને જે પરિગ્રહ કહેવાય છે તે સર્વને ત્યાગ કરે. ધર્મોપકારણે તે પણ મમત્વ ભાવવિના ધર્મના ઉપષ્ટભ ( આધાર ) માટે જરૂર જેટલાં જ અર્થાત મર્યાદા પ્રમાણે રાખવાં.
- બ્રહ્મચર્ય—ઔદારિક મનુષ્ય અને તિર્યંચ સંબંધી, વૈકિય દેવ સંબંધી આ બન્ને પ્રકારના વિષયને મન, વચન, શરીરથી કરવા, કરાવવા અને અનુદન કરવારૂપે ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય છે.
મહસેન મુનિ ! પ્રમાદને ત્યાગ કરી, આ દશા પ્રકારને શ્રમણ ધર્મ તમે યાવત છપર્યત પાળજે. શાશ્વત સુખ-પ્રાપ્તિની તમારી અભિલાષા આ અનુક્રમે વર્તન કરવાથી પૂર્ણ થશે.
ગુમુખથી ધર્મશિક્ષા સાંભળી, મહસેન મુનિએ હાથ જોડી નમ્રતાથી તે શિક્ષાને સ્વીકાર કરી, પોતાનો આનંદ પ્રદર્શિત કર્યો.
ગુરુશ્રીના મુખથી સુદર્શના, વિજયકુમાર, શીળવતી, ચંડવેગ અને મહસેન આદિ ઉત્તમ મનુષ્યોનાં સંવેગ ઉત્પન્ન કરનાર અનેક ચરિત્રે સાંભળી ચંપકલતા સંવેગ પામી, પૂર્વજન્મના પિતાના પુત્ર અથવા આ જન્મના વચનથી અંગીકાર કરેલ પતિના મેળાપથી અને તેના ચારિત્ર આદરવાથી વિશેષ પ્રકારે ચંપકલતાને આનંદ અને વૈરાગ્ય થયે પણ ધાત્રી સ્નેહ દુખે મૂકી શકાય તે તેને ભા. સુદર્શના દેવી ઉપરને મોહ તેનાથી મૂકાયો નહિ અને તેથી ચારિત્ર લેવામાં તેને ઉત્સાહ ન વળે. ખરી વાત છે. મોહન પડદો ભેદાયા સિવાય આત્મપ્રકાશનાં દર્શન ન જ થાય. પિતાને કૃતાર્થ માનતી ચંપલતા ગુરૂવર્યને તથા મહસેન મુનિને નમસ્કાર કરી પૂર્વજન્મના સુદર્શનાના બનાવરાવેલા સમળીવિહાર નામના મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં દર્શન કરવા અર્થે પાદુકા પર આરૂઢ થઈ વિમળ પર્વતથી આકાશમાર્ગે ભરૂયચ્ચ તરફ ચાલી ગઈ.