________________
(૪૨)
જિનેશ્વરનું પૂજન, નમન કરવાથી, તપસ્વીઓની સેવા કરવાથી, સિદ્ધાંતનું (ધર્મશાસ્ત્રનું ) શ્રવણ કરવાથી, અપૂર્વ તત્વજ્ઞાનના શાસે ભણવાથી, તથા પ્રશમ, સંવેગપૂર્વક મન, ઈદ્રિને સંયમ કરવાથી થાય છે. પુત્ર ! આ કાર્યમાં તમે પ્રયત્ન કરે. - માતાના માયાળ વચન સાંભળી ધનદેવાદિ પુત્રોએ નમ્રતાથી કહ્યું. માતાજી ! કર્તવ્યાકર્તવ્ય સંબંધી આપ અમને નહિં કહો તે બીજું કોણ કહેશે? પ્રેમાળ માતા પણ પુત્રોના ખરા હિતની ઉપેક્ષા કરે તે જરૂર તે પુત્રો ભવફૂપમાં ડૂબી મરવાના જ, આપ અમારા હિત માટે કહે છે. આપનું વચન અમારે શિરસાવંધ છે. આપ જે આજ્ઞા કરો તે આ, આપના બાળકો ઉઠાવવાને તૈયાર છે.
- વિનય ભરેલાં પુત્રોનાં વચનો સાંભળી માતા ઘણી ખુશી થઈ. પોતાના પતિની પાસે જઈ, પુત્રોના હિત માટે તે આ પ્રમાણે કહેવા લાગી. સ્વામીનાથ ! પૂર્વ સુકૃતના કારણથી ગૃહસ્થાવાસના ફળરૂપ આપણે ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ છે. ભોગાદિના સાધનો આ ભવ માટે ઉપગારી છે, પણ પુત્રના બને ભવ સુખરૂપ નીવડે તે માટે તેઓને ધમમા પણ જવા જોઈએ. આપણે જે એક જિનમંદિર બંધાવ્યું હોય તો તેની પૂજાદિ કરવામાં તત્પર થઈ, આ પુત્રો ધર્મના માર્ગમાં કાયમ બન્યા રહે.
શ્રેણીને તે વાત યોગ્ય લાગી. પત્નીનું કહેવું માન્ય કરી, તેને શહેરના રાજાની અનુમતિ લઈ ઊંચા શિખરવાળું એક જિનમંદિર થોડા વખતમાં તૈયાર કરાવ્યું. તે મંદિરમાં શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમાજી સ્થાપન કરવામાં આવ્યાં. પ્રતિષ્ઠાન વખતે સંઘભકિત, અમારી પડહ અને યાચકોને દાન આપવા વિગેરે કાર્યો કરવામાં આવ્યાં હતાં.
ગૃહવાસમાં રહેલા ગૃહસ્થોનું આ શુભ કર્તવ્ય છે. આથી ઉત્તરતર આગળ વધતાં આત્મઉજ્વળતા થાય છે. પિતાના જન્મનું કે વિતવ્યનું સદુપયોગીપણું કરવા નિમિત્તે પુત્રાદિ સહિત શ્રેણી નિરંતર