________________
અહીં પણ તેને વારંવાર ભૂખ લાગે છે, ખાવાની પ્રબળ અશકિતનું આ પરિણામ છે.
નવમા પુત્રે, સામાયિક વ્રત લઈ, સામાયિકમાં અનાદિ યોને નિરોધ કર્યો નથી. તે વ્રત વિરાધનાનું ફળ, તેનામાં ઘણું ચપળતા છે.
અગીયારમે પુત્ર, પૌષધમાં તે સાવધ-સપાપ યોગને પરિહારી હતો, પણ બારમું વ્રત પાળ્યા સિવાય તેણે ભોજન કર્યું હતું. તે કારણુથી સૌભાગ્યવાન છતાં લાભ મેળવવાને કે સુખદાઈ વસ્તુને ઉપભોગ કરવાને તે સમર્થ નથી. ખરી વાત છે, આપ્યા સિવાય લાભની પ્રાપ્તિ ફયાંથી હોય ?
બાકીના પુત્રોએ પોતાના લીધેલ નિયમ બરાબર પાળ્યા હતા, અને તેથી જ તે તે પ્રકારના સુખ વૈભવના ભેતા થયા છે.
સત્ય વ્રત પાળનાર પુત્ર, સુગંધી શ્વાસોશ્વાસવાળો અને સર્વ રીતે સુખી છે. એ પુત્ર, ચતુર્થ વ્રત પાલન કરવાથી પ્રવરરૂપ, બળ, લાવણ્ય અને ભાગ્યવાન થયો છે. ત્રસ, સ્થાવર જીવનું હિતચિંતન કરતા, છઠ્ઠા વ્રતનું અખંડ પાલન કરનાર છો પુત્ર, દેશાંતર જવા સિવાય ઘેર બેઠાં પણ ઘણું ધન પેદા કરે છે, તે છઠું વ્રત પાલન કરવાનો જ પ્રભાવ છે. આઠમા વ્રતનું પાલન કરનાર આઠમો પુત્ર, નિરવધ કાર્યમાં સજ્જ થઈ, નિર્દોષ બોલતાં સવે લોકોને સુખકારી થયો છે. તે આઠમા વ્રતનું ફળ છે. દશમા પુત્ર દેશાવકાશિક વતનું પાલન કરેલું છે તેથી તે લેશમાત્ર પણ આપદાનું ભાજન થયો નથી.
હે શ્રેષ્ઠીન આ પ્રમાણે તમારા પુત્રના વિસદશ (ભિન્ન ભિન્ન) પણાને હેતુભૂત-વ્રત સંબંધી પાલન કરવું અને ન કરવું તે વૃત્તાંત તમને સંક્ષેપમાં કહી સંભળાવે છે, ,
પાર્શ્વનાથ ભગવાનના મુખથી પિતાને વૃત્તાંત સાંભળી રૂષભદત્ત પ્રમુખ અગીયારે પુત્રો ઊહાપોહ કરતાં જાતિસ્મરણ પામ્યા. ભગવાને જેમ કહ્યું હતું તેમજ તેઓએ પિતાને પાછલા જન્મો અનુભવ્યા,