________________
(૪૧)
વીશ. ”
અને ૧
પણ તે તીર્થનાં દર્શન માટે નહિં લઈ જાઓ? સામાન્ય રીતે તીર્થ યાત્રાએ જવાના મારા વિચારો હતા જ, તેમાં પણ આપે નજરે જોયેલી ગિરનાર તીર્થ સંબંધી જે જે હકીકત મને સંભળાવી છે તે સાંભળતાં વિશેષ વિશેષ પ્રકારે તે તીર્થની યાત્રા માટે મારું મન ઉત્કંઠિત થઈ રહ્યું છે, તે જરૂર આપ મને કુટુંબ સહિત તે તીર્થની યાત્રા કરાવશે. મને આશા છે કે આપ અમારી ઈચ્છાને નિરાશ નહિં જ કરે.
ધનપાળે કહ્યું. પ્રિયા! અવશ્ય હું તમને તીર્થની યાત્રા કરાવીશ. મારે એવો વિચાર છે કે--ગિરનારજીનો સંઘ કાઢીને આપણે ત્યાં યાત્રાથે સંધ સાથે જવું. સંધ લઈ જવાને ભારે વિચાર એટલા માટે છે કે, સ્વતંત્ર અને પૈસાપાત્ર લેકે તે તીર્થયાત્રાને લાભ સ્વાભાવિક પિતાની મેળે લઈ શકશે જ. પણ જેઓ પરાધીન સ્થિતિમાં છે, પૈસાની સ્થિતિમાં ગરીબ અવસ્થા ભોગવે છે. તેવા મનુષ્યો અન્યની મદદ સિવાય તે તીર્થની યાત્રા નહિં કરી શકે. તેઓને તીર્થયાત્રામાં માદ આપવાથી મોટો લાભ થાય છે. તીર્થાટનમાં ગૃહસ્થાવાસના પ્રપચિક આરંભ સમારંભથી કે કર્તવ્યોથી મોટે ભાગે વિરામ પામવાનું હોવાથી, શ્વાણુ, બ્રહ્મચર્ય, ધર્મ વણ, દેવપૂજન વિગેરે ધર્મક્રિયાઓ ઘણી શાંતિથી અને સહેલાઈથી મનુષ્ય કરી શકે છે. તીર્થમાં નિર્વાણ પામેલા મહાપુરૂષોનાં જીવનચરિત્રનું સ્મરણ કરે છે. અહીં તે મહાપ્રભુનું દીક્ષા કલ્યાણિક. અહીં કવળ કલ્યાણિક. અહીં નિર્વાણ કલ્યાણિક વિગેરે વિગેરે યાદ કરતાં, તે તે ભૂમિને સ્પર્શ કરતાં તે તે વિશુદ્ધ ભાવેનું સ્મરણ કરતાં કે તેથી આગળ વધી પરિણામની વિશુદ્ધિથી તે તે ભાવને સ્વસંવેદન અનુભવ કરતાં મનુષ્યો ઘણું અશુભ કર્મોને નિર્જરી શકે છે. મહાપુરુષ મુનિઓ વિગેરેના સમાગમથી, તેઓની ધર્મદેશના શ્રવણ કરવાથી આત્મભાવને વિશુદ્ધ કરી શકે છે. કારણ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી. આ તીર્થભૂમિકાઓ મહાન પુરૂષોનાં જીવનચરિત્રે યાદ કરવાનું કે તેમના