Book Title: Rajkumari Sudarshana Yane Samli Vihar
Author(s): Devendrasuri, Kesarvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 456
________________ (૪૦) કદાચ તેવી ખબર હોય તો પણ ભાગ્યે જ તેવા સમાગમને લાભ . લેવાનો-જે આ પ્રમાણે યાત્રા નિમિત્તે જઈને વર્તન કરવામાં આવે તે, આવી તીર્થોની લાંબી સફર વિચારવાન તત્વજ્ઞાની ગુરૂના સમાગમ સિવાય, કે ઉત્તમ વિચારવાન સત્સમાગમ સિવાય સાળ કેવી રીતે થાય તે વિચારવા જેવું છે. તેઓને તીર્થયાત્રાને મુખ્ય ઉદ્દેશ ધ્યાનમાં ન હોવાથી તેમજ તેવી ... પ્રકૃત્તિ ન હોવાથી તીર્થયાત્રાનો લાભ મળી શકતું નથી. ધમ બહેન ! મને આજે તમારા સમાગમથી આત્મધર્મમાં વિશેષ જાગૃતિ આવી છે. મારા મિત્રને પણ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં વ્રત અંગીકાર કરવાનું તમારા નિમિત્તથી જ બન્યું છે. મહાશય ! ફરી પણ હું તમારો મહાન આભાર માનું છું અને પાછો અનેક વાર તમારે સમાગમ થાય એમ ઇચ્છું છું. * મારાં વચન સાંભળી, પોતાના વ્યતીત થયેલા વખતને ઉપયોગી થયેલો સમજી, પોતાની માયાળુ દષ્ટિ અમારા તરફ ફેંકી અર્થાત તેની પિતાની ખુશી જાહેર કરી, તે કિન્નરી પિતાના ઈચ્છિત સ્થાને જવાને આકાશમાગે ઊંચી ઊડા થોડા વખતમાં અદ્રશ્ય થઈ ગઈ. - પ્રિયા ! તેમના જેવા બાદ અમે બંને મિત્રોએ બહારના ભાગમાં આનંદમાં રાત્રી પસાર કરી. પ્રાતઃકાળે જાગૃત થતાં ફરી નેમ નાથ પ્રભુના મંદિરમાં જઈ, દર્શન, સ્તુતિ વિગેરે કરી, અમે પહાડ પરથી નીચા ઉતર્યા, અનુક્રમે અહીં આવી પહોંચ્યા. પ્રિયા ! તેં મને જે પ્રશ્ન કર્યો હતો કે, “ ગિરનારના પહાડ ઉપર આજે કિન્નર મુનિગણની સ્તવના કરી રહી છે. વિગેરે, તે સર્વ વૃત્તાંત આજે તારા પૂછવાથી તારી આગળ મેં વિસ્તારથી કહી સંભળાવ્યો છે. પોતાના પતિના મુખથી ગિરનાર સંબંધી અનુભવ અને પ્રસંગોપાત સુદર્શનાદિને ઈતિહાસ સંભાળી ધનશ્રીએ કહ્યું. સ્વામીનાથ ! આપનો કહેલો વૃતાંત સાંભળી હું ધણી ખુશી થઈ છું. આપ મિત્ર સહિત ગિરનાર પર અનેક વાર યાત્રાર્થે ગયા છે, તે શું મને એક વાર

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466