________________
(૪૪પ) વિકસિત રોમાંચ ધારણ કરતા અને હર્ષાયુને વરસાવતા શ્રીસધે પ્રભુને પંચાંગ પ્રણામ કર્યો. વારંવાર તે પ્રભુનું મુખારવિંદ જોતાં, નમસ્કાર કરતાં, એકાગ્ર ચિત્તથી તે પ્રભુના અદ્દભૂત ગુણેનું ચિંતન કરવા લાગ્યા. કેટલાએક સુંદર સ્તુતિગર્ભિત કાવ્યોથી સ્તવવા લાગ્યા. પૂજન કરવાની પ્રબળ ઈચ્છાવાળો સંધને માટે ભાગ, સ્નાન કરી, પવિત્ર થઈ, ભવેત વસ્ત્ર પહેરી, ગજેન્દ્રકુંડમાંથી સ્વચ્છ પાણીના કળશ ભરી લાવ્યા. કેટલાએક કુંકુમ મિશ્રિત કરાદિ સુગંધી પદાર્થો પૂજન, અર્ચન માટે ઘસવા લાગ્યા. * * વાજિત્રના પ્રબળ નાદ સાથે સ્નાત્ર મહેચ્છવ-નવણુ કરવાનું કામ શરૂ થયું. તેમનાથ પ્રભુના બિંબ ઉપર હવણુ કર્યા પછી, ગશીર્ષ ચંદનાદિ સુગંધી પદાર્થોનું વિલેપન કરવામાં આવ્યું. અંગુષ્ટ પ્રમુખ અંગે પૂજન કરવામાં આવ્યું. અને છેવટે મણું, મુક્તાફળાદિનાં આભૂષણ અને સુગંધી પુષ્પની માળાઓ ચડાવવામાં આવી.
પ્રભુ સમગ્ર મંગલિકના ગૃહ સમાન છે એમ સચવવા માટે Aતા શા(ખા)થી અષ્ટ મંગલિક આલેખવામાં આવ્યાં. ચાર વાંકી પાંખડીઓવાળા સાથીઓ કરવામાં આવ્યો. સાથીઓને ઉપરના ભાગ ઉપર ત્રણ ઢગલીઓ કરવામાં આવી અને તેના ઉપરના ભાગ પર સિદ્ધશિલાના જે આકાર કરવામાં આવ્યું. આ સાથીઓ કરતી વખતે એવી ભાવનાથી મન વાસિત કરવામાં આવતું હતું કે હે પ્રભુ ! આ સાથીઆની ચાર વાંકી પાંખડીઓ સમાન ચાર ગતિ વક્ર યાને દુખદાયી છે તેને તું દૂર કર. અને આ ત્રણ ઢગલીઓ સમાન જ્ઞાન, દર્શન અને ચારિત્ર અમને તું આપ તથા છેવટે આ સિદ્ધશિલા ઉપર નિવણસ્થાનમાં અમારો નિવાસ થાય તેમ તું કર. આ અમારી મને ગત ભાવનાને પ્રગટ કરવાને માટે આ બાહ્ય આકારમાં અમે આપની સમક્ષ, આ મનોગત ભાવનાનું ચિત્ર આલેખ્યું છે.
આગળ ચાલતાં તે પ્રભુની પાસે પુષ્પો અને ફળો મૂકવામાં આવ્યાં. તે વખતની મનોગત ભાવના એવી હતી કે-આ પુષ્પની