Book Title: Rajkumari Sudarshana Yane Samli Vihar
Author(s): Devendrasuri, Kesarvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 462
________________ સુધીની માફક અમારૂં શીમળાદિ સદાચરણ નિરંતરને માટે સમધિત રહે. તેમાં અતિચાર કે દેષરૂપ દુધતા બીલકુલ પ્રાપ્ત ન થાઓ. ફળ મૂકવાની સંભાવના એવી હતી કે-હે પ્રભુ ! સર્વ કર્મને નાસરૂ૫ આત્મસ્વરૂપ એ જ ઉત્તમ ફળ અમને આપો. પ્રભુના ઉત્તમ ગુણની સુગંધને તથા આત્મજ્ઞાનના પ્રકાશને કેની આગળ પ્રગટ કરતા હોય તેમ તે પ્રભુની પાસે ધૂપ અને દી પ્રગટાવવામાં આવ્યાં. જગતના છત્ર તુલ્ય, જગતના ઢાંકણુ તુલ્ય, મેહનો પરાજય કરી વિજયધ્વજ ફરકાવનાર જગતના સ્વામી, જગત પૂજ્ય. ઇત્યાદિ માનસિક સદભાવનાઓને સદ્ભાવરૂપે કરતાં શ્રી સંધે પ્રભુના મસ્તક પર છત્ર ચડાવ્યું. ચંદવાઓ બાંધ્યાં. શિખર પર ધ્વજ આરોપ કરી. ચામરેથી વિંઝયા. અને આરતિ પ્રમુખ ઉતારી છેવટે ધનપાળાદિ શ્રીસંધ, તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હે બળબ્રહ્મચારી ! દેવાધિદેવ, અનંતજ્ઞાન, અનંત દર્શન, - અનંત આનંદ અને અનંત વીર્યવાન તમને અમે નમસ્કાર કરીએ છીએ. મોહનિદ્રામાંથી જગતને જાગૃત કરનાર, આત્મિક માર્ગ બતાવી જગત છને નિર્ભય કરનાર અને જન્મ, મરણાદિ અનંત દુઃખથી મુક્ત કરનાર તું જ છે. હે દેવ તે પિતે જ જીવણની માફક રાજભવ અને સુશીલ રાજકુમારી રામતીના ત્યાગ કરી, સંયમમાર્ગ ગ્રહણ કરો યાદવવંશને ઉજવળ કર્યો છે. તેવી જ રીતે આત્મબોધ કે જ્ઞાન પ્રકાશથી અમારા અંતરને તમે ઉજ્વળ કરે. હે દેવ ! આ સર્વ બુવનને જીતનાર દુર્ધર કામરૂપ ગજેકના કુંભસ્થળનું વિદ્યારણ કરવાને તે સિંહ સમાન આચરણ કર્યું છે. તેં, તપરૂપ દાવાનળથી કવન બાળી નાખ્યું છે. તે દુરત પાપવલીઓને ઉછેદ કરી, આત્મગુણરૂ૫ કલ્પવૃક્ષના આરામને પિષણ આપવામાં અમૃતની નીકિ સમાન આચરણ કર્યું છે. પ્રચંડ કપાયાનલથી સતત છવસમૂહને શાંત કરવાને ધમ દેશનારૂપ જળધરની આ દુનિયા પર તે અમૂલ્ય વૃષ્ટિ કરી છે. નિર્મમવરૂપ વજથી મેહપર્વતને તેં વિનાશ કર્યો છે. સર્વ

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466