________________
છે. ઈત્યાદિ વિચાર કરતાં અને તે પવિત્ર પ્રદેશને નિહાળતાં આ વતાચળના તે તે પ્રદેશ હદયને આહાદ ઉત્પન્ન કરી શાંતિ આપે છે. હે સ્વામી! તમારે મહિમા કરનારી અંબાજીના શિખર પર રહેલી અંબિકા દેવીને જોતાં મળવાપાતકારિ ભગવાનની ભક્તિ કરવાવાળી આ દેવી છે. એ વિચાર આવતાં તેને ધન્યવાદ આપતાં હૃદય ગુણાનુરાગી થઈ હર્ષ પામે છે. આપની આજ્ઞાપૂર્વક આ પહાડ ઉપર તપ સંયમ કરનાર શાંબ અઘસ્નાદિ મુનિવરોને તેમના ગુણોનું અનુમોદન કરવાપૂર્વક હું નમસ્કાર કરું છું. હે નાથ! આજે તને નમસ્કાર કરવાથી અમારે માનવ જન્મ, કવિતવ્ય, યૌવન, જ્ઞાન, વિજ્ઞાન અને લક્ષ્મી એ સર્વનું ફળ મને આજે જ મળી ચૂકયું છે. હે દેવેંદ્રોથી વંદિત નેમનાથ પ્રભુ! કુકર્મવન કાપવાને તીક્ષ્ણ ધારવાળા ચક્ર ટૂલ્ય અમૃતના અંજન સદશ ફરી પણ તારું દર્શન અને પ્રાપ્ત થજે. ઇત્યાદિ સ્તુતિ કરી સર્વ સંધ મંદિરની બહાર આવ્યો. એ અવસરે ભુવનભાનુ નામના ધર્મગુરૂ ત્યાં ધમપાળના દેખવામાં આવ્યા તેમને નમસ્કાર કરી ધર્મદેશના સાંભળી શરીરની અસારતા અને આયુષ્યની ક્ષણભંગુર સ્થિતિ જાણ સંસારવાસથી વિરક્ત થયેલા ધર્મ પાળે ત્યાં જ તે ગુરૂપી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને પ્રતિબંધના ભયથી તરતજ અન્ય રથળે તે ગુરૂથી સાથે વિહાર કરી ગયા. નિર્દોષ ચારિત્રવાળ ધપાળ સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી એવી માનવદેહ પામી નિર્વાણ પામશે.
પિતાના મિત્ર ધર્મ પાળના ચારિત્ર ગ્રહણથી ધનપાળને વૈરાગ્ય પણ વૃદ્ધિ પામે. ગિરનારના પહાડ પર અષ્ટાબ્લિકા મહેચ્છવ આઠ દિવસ સુધી કરવામાં આવ્યું. વિવિધ પ્રકારની પ્રભુભકિત સત્સમાગમ, આત્મવિચારણાદિ ધર્મકર્તવ્યોમાં આનંદ કરતા સંધ ત્યાં અષ્ટાબ્દિક મહેચ્છવ પૂર્ણ થતાં તેમનાથ પ્રભુને નમસ્કાર કરી, ધનપળ સંધસહિત વારંવાર પાછું વળીવળીને જોતા પહાડથી નીચે હતો.