________________
(૪૪૪)
હતું. પહાડની સ્પામતા સાથે મળેલી વનસ્પતિની: હરિતતાને લઈ , મંદિરના શિખર પર આજુબાજુ નાની નાની અને વચમાં મોટા વિભાગમાં ધ્વજાઓ બાંધેલી હેવાથી, સંસાર સમુદ્રમાં મુસાફરી કરતા
અનેક સઢે ચડાવેલા જહાજ( વહાણ )ની માફક, તે મંદિરને રળીયામણો દેખાવ મનુષ્યના નેત્ર તથા મનનું આકર્ષણ કરતે હતે.
જય જયના માંગલિક શબ્દો છે તે શ્રીસંધ મુખ્ય મંદિરમાં આવ્યું. તેમનાથ પ્રભુની મુખમુદ્રા નિહાળતાં જ અતિ ઉઠિત હૃદયવાળા શ્રીધે હાથ જોડી પિતાનાં મસ્તકે તેમના તરફ નમાવી દીધાં. થોડા વખત સુધી અનિમેષદષ્ટિએ સર્વે પ્રભુના મુખકમળ સામું જોઈ રહ્યા.
તે પ્રભુની મૂતિ સિદ્ધાસનને આકારે બેઠેલી હતી. નેત્રની દષ્ટિ નાસિકાના અગ્ર પર સ્થાપન કરેલી હતી. મુખમુદ્રા શાંત રસમાં નિમન હતી. તેમના હાથ કે અંકમાં ( ખોળામાં ) કે પાસે, સ્ત્રી, શસ્ત્રાદિ વિકારી ચીજે કાંઈ પણ ન હતી. પલહઠી( પલાંઠી ના ભાગ ઉપર પદ્માસન મુદ્રામાં તેમનાં હાથે ચતા રહેતા હતા. સર્વ વિભાવ ઉપાધિથી રહિત, આત્માનંદમાં નિમગ્ન તે પ્રભુની શાંત મૂર્તિ જાણે લોકોને દેખવાવાળાને એમ જણાવતી હેય નહિં કે, “ જે તમારે પૂર્ણ આત્માનંદ લે હેય, નિરંતરને માટે જન્મ, મરણને જલજલી આપવી હોય અને અનંત ચતુષ્ટયમય આત્માનું કેવળ સામ્રાજ્ય અનુભવવું હોય તો અહીં આવે. આ સ્થિતિ તપાસે અને તેવા થવા માટે તમે પ્રયત્ન કરે, તે જરૂર મારા જેવા આત્મસ્વરૂપ થઈ રહેશે.”
તે બાળબ્રહ્મચારી મહાપ્રભુની શાંત મૂર્તિને, અનિમિષ દષ્ટિએ જેતે શ્રીસંધ, બે વખત, એકાગ્રતામાં પ્રવેશ કરેલા નિશ્ચી ગાત્રવાળા ગીની સ્થિતિને અનુભવતા હોય તેમ દેખાતે હતો. થોડા વખતની તેવી આનંદિત સ્થિતિ અનુભવી ભક્તિરસથી સમૃદ્ધતિ - વદનવાળા શ્રીસ છે તે મહાપ્રભુની, કરતી ત્રણ પ્રદક્ષિણા કરી. હર્ષાવેશથી