________________
હપૂર્વક સગર સહિત કાદશતરૂપ હસ્થ ધર્મ અંગીકાર કર્યો. (ધનપાને પોતાની પત્નીને કહે છે.)
નેપાળ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાથી, તે કિરીને ઘણે આનંદ થા. તેણે કહ્યું ધન પાળ! તું તે દઢ સમ્યકૂલવાન છે. તેને કાંઈ ધર્મજાગૃતિ માટે વિશેષ ભલામણ કરવાની જરૂર નથી, તથાપિ આ માનવજિંદગી પામીને જે પ્રમાદમાં પડી તે રસ્તો ભૂલી ગમે તે પછી મારી માફક તને પશ્ચાત્તાપ કરવો પડશે, માટે બાઈ ! તને છેવટની એ જ ભલામણ કરું છું કે તું તારું લક્ષ યાને કર્તવ્ય કદી ન
વી. તે પૂછેલું અને નહિં પૂછેલું સવ' વૃત્તાંત મેં તારી આગળ કહી સંભળાવ્યું છે. હમણાં અહીંથી હું ભયચ્ચ નગરમાં સમળીવિહાર છે ત્યાં જઈશ, કારણ કે ગીત, નૃત્યાદિ પ્રભુભક્તિ કરવાને મારો નિત્યનો સમય થઈ ચૂકયે છે. - ધનપાળે કહ્યું. હું તમારે માટે આભાર માને ઉપકાર માનું છું, તમારા સમાગમથી આજે મને અહીં મોટો લાભ થાય છે. યાત્રાએ આવવાને મહાન હેતુ તમારા સમાગમથી આજે વિશેષ પ્રકારે ફળીભૂત થયા છે. ખરેખર યાત્રાળે જવામાં આ પણ, મહાન હેતુ સમાયેલે છે કે ત્યાં તેવાં નિર્ધ્વત્તિના સ્થળે અનેક મહાપુરૂષોને કે સમાગમને સંગ થાય છે, તેમના સમાગમથી આત્મવિચારણા જાગૃત થાય છે. આત્મવિશુદ્ધિ માટેના પરસ્પર એક બીજા પાસેથી સદ્દવિચારોની લે-દે થાય છે. અને મહાપુરૂ તરફથી તત સંબંધી વિશેષ જાતિ, સાથે મળમાર્ગ મળી આવે છે યાને સમ્યફ શ્રદ્ધાનાદિની પ્રાપ્તિ થાય છે.
કેટલાએક મનુષ્ય યાત્રાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે. પાંચ દશ મિત્રો મળ આવાં યાત્રાને સ્થાને ફરવા કે સહેલ કરવા નીકળી પડે છે. યાત્રાને ન્હાને મજશેખ ઉડાવવી, સારા સારા રસ-કસવાળાં ભેજન જમવાં, જનાવરોને ત્રાસ આપતાં ગાડીડા ઉપર ફરવું, ઈચ્છાનુસાર અમનચમન ઉડાડવાં, ગુરૂદીન તો ભાગ્યેજ કરવાનાં, તીર્થસ્થાનમાં સાઓ છે કે નહિં ? તેની ભાગ્યેજ શોધ કરવી.