________________
જાયા દેખ્યાં. ફરી તે પુત્રએ ભગવાનને વિજ્ઞપ્તિ કરી. કૃપાળુ દેવ ! આ દસ્તર ભવજળનિધિથી અમારે કેવી રીતે પાર પામે ?
જિનેશ્વરે કહ્યું, મહાનુભાવો સંસારસમુદ્ર તરવા માટે દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે રસ્તાઓ છે. તેને તમે યથાશક્તિ સ્વીકાર કરો. તેની મદદથી તમે નિર્વાણપદ મેળવી શકશે.
જિનેશ્વરના વચનામૃતોથી સીંચાયેલ તે પુત્રો સંવેગ રંગથી વાસિત થયા. માતા, પિતા પાસે ચારિત્ર ગ્રહણ કરવાનો પોતાને અભિપ્રાય તેઓએ જણાવ્યો.
પરમ ઉપગારી માતા પિતા ! અમને તત્વને બોધ થયો છે. અનંત ભવભ્રમણથી તપ્ત થયેલા અમે બાવનાચંદનરૂપ પાર્શ્વનાથ પ્રભુના ચરણારવિંદની નિરંતર સેવા કસ્વાને ઇચ્છીએ છીએ. આ ધન, ભૂવન, સ્વજન અને વિષય ઉપભોગની ઇચ્છાથી અમે નિવૃત્ત થયા છીએ. જગતજીનું ભાવદયાથી પાલન કરનાર આ મહાપ્રભુનું અમે શરણ લઈએ છીએ. અમારું અંતર તે તરફ પ્રેરાય છે, તે ચિરકાળના પ્રણયને (સ્નેહને) મૂકી ચારિત્ર લેવા માટે અમને આજ્ઞા આપે.
શ્રાવકની અગિયાર પડિયા दसण वय सामाहय पोसह पडिमा अबंभसचित्ते ।
आरंभ पेसि उदिठवजए समणभूए य । १॥ માતા, પિતાએ કહ્યું. પુત્રો ! તમારું કહેવું ખરેખર સત્ય છે. આત્મય કરવું તે અવશ્ય જરૂરનું છે, પણ જયાં સુધી અમે આ દેહમાં રહ્યા છીએ ત્યાં સુધી તમે ગૃહસ્થધામ અંગીકાર કરો. અને આ દેહથી અમે જ્યારે મુક્ત થઈએ ત્યારે તમને જેમ યોગ્ય લાગે તેમ કરજે. અત્યારે અમારી પૂર્ણ વૃદ્ધાવસ્થા છે. આવી સ્થિતિમાં અમારે ચારિત્ર લેવું અને પળવું તે અશક્ય જેવું છે તેમ પુત્રો ૨૮