________________
સિવાય નિરાધારપણે ઘેર રહેવું તે પણ અયોગ્ય છે કે પુત્ર! અમારું કહેવું હાલ માન્ય કરી ગુહસ્થધામ અંગીકાર કરે.
ઉપગારી માતા પિતાનાં આ વચન સાંભળી, તેમના કહેવાના આશયનું પરિણામ વિચારી પુત્રોએ તેમનું કહેવું માન્ય કર્યું. તે સર્વે પાર્થપ્રભુ પાસે આવી કહેવા લાગ્યા. પ્રભુ! દેશવિરતિથી ઉપર અને સર્વવિરતિથી નીચે, સંસારમાં રહીને કરી શકીએ તેવો કોઈ પણ રસ્તે છે?
કૃપાળુ દેવે કહ્યું. હે મહાનુભાવો ! ગૃહસ્થાશ્રમમાં રહી ગૃહસ્થોને કરવા લાયક અગીયાર પડિયા (અભિગ્રહવિશેષ) છે. ગૃહરથ અવસ્થામાં તે ઉત્કૃષ્ટ વ્રતરૂપ ગણાય છે. તે આ પ્રમાણે છે
દર્શન. ૧ વ્રત. ૨ સામાયિક. ૩ પૌષધ. ૪ કાયોત્સર્ગ. ૫ અબ્રહ્મત્યાગ ૬ સચિત્તત્યાગ. ૭ આરંભત્યાગ. ૮ પ્રત્યાગ, ૯ ઉદિત્યાગ ૧૦ શ્રમણભૂત. ૧૧ આ અગીયાર પડિમાએ છે. - દર્શન પ્રતિમા, રાજાભિગ આદિ આગાર (રાજાના આગ્રહથી. સમુદાય, ગણના આગ્રહથી, બળવાનના આગ્રહથી એટલે જોરજુલમથી, દેવના આગ્રહથી. ગુરુ-પૂજ્ય વર્ગના આગ્રહથી અને આજીવિકા ચાલી ન શકે તેવા કારણથી નિષેધ વસ્તુ કે કાર્યનું આચરણ કરવું પડે છે તે છે આગાર કહેવાય છે.) પણ ખુલ્લા ન રાખતાં, શંકદિ શલ્યરહિત, નિરતિચારપણે એક માસપર્વત. નિશ્ચળ – દઢ સમ્યકૂવ પાળવું તે દર્શન પ્રતિમા. ૧
વ્રત પ્રતિમા–પૂર્વોકત શુદ્ધ સમ્યગ દર્શનસહિત , નિરતિચારપણે ગૃહસ્થનાં બાર વ્રત, બે માસપર્યત પાળવાં. તે વ્રત પ્રતિમા. ૨
સામાયિક પ્રતિમા, બીજી પ્રતિમાની સર્વ દિવા સહિત, નિરતિચારપણે વિશેષમાં બે વખત, ત્રણ માસપર્યત સામાયિક કરવી. તે ત્રીજી સામાયિક પ્રતિમા. ૩
પૌષધ પ્રતિમા, ત્રીજી પ્રતિમાની સર્વ ક્રિયા સહિત, વિશેષમાં