________________
(૪૩૬)
ઘેર ભોજન લેવા જતાં (પરિમાઇramણાય આવા મિક્ષ રસિક પ્રતિમા અંગીકાર કરેલ શ્રાવકને ભિક્ષા આપ.” આ પ્રમાણે કી ઊભો રહે, તે ભિક્ષા આપે તે યોગ્ય ભિક્ષા લઈ પૌષધશાળામાં આવી ભજન કરે વિગેરે,
આ પ્રમાણે અગીયાર પ્રતિમાઓ પાળવાની છે.
આ પ્રતિમા પાળવા માટેનું જે કાળજ્ઞાન બતાવ્યું છે તે ઉત્કૃષ્ટ છે. જઘન્યથી એક એક પ્રતિભા અંતમુહૂર્ત પ્રમાણે પણ છે. આટલો જઘન્ય વખત મરણની તૈયારી હેય તેઓને અથવા દિક્ષા લીધા અગાઉ જેનો અભિપ્રાય પ્રતિમા વહન કરવાનો છે તેને માટે છે.
આ પ્રમાણે ગુહાવાસમાં પિતાના આત્માની તુલના કરી કેટલાએક ચારિત્ર ગ્રહણ કરે છે અને કેટલાએક સ્વજનાદિકના મેહથી ફરી પાછા ગૃહસ્થાવાસમાં જઈ વસે છે. અને પિતાની શક્તિ અનુસાર ઉત્તમ આચાર પાળે છે. આ અનુષ્ઠાન શ્રાવકના સર્વ ધર્મ અનુષ્ઠાનમાં, મુગટમાં રત્ન સમાન ઉત્કૃષ્ટ છે.
ગુહાવાસમાં જ આ અનુષ્ઠાન કરીને જેઓ દુર્ધટ ચારિત્ર અંગીકાર કરે છે તેઓ પછી દુસહ પરિષ આવી પડતાં ચારિત્રથી કે શુભ પરિણામથી પતિત કે ચલિત થતા નથી. આવા દુર્ધર કાર્યમાં ધીર પુરૂષ જ આનંદિત થઈ રહે છે. અને ભાગ્યવાન ધન્ય પુરૂષજ આ પ્રસ્તુત કાર્યને પાર પામી શકે છે. પરમપદની સંપત્તિ તેવા પ્રબળ પુરૂષના હસ્તકમળમાં જ છે. રૈદ્ર સંસારને ઉછેદ તેવા પુરૂષે જ કરી શકે છે. ગ્રંક્ય રણગણમાં તેવા વીર પુરૂષો વિજયપતાકા મેળવે છે કે જેઓએ આ અનુષ્ઠાન કરવાપૂર્વક શ્રમણધર્મ ગ્રહણ કરેલો છે.
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી, જયધેર રાજા, જાવલી રાણી સહિત પ્રતિબોધ પામે. તેઓએ સમ્યક્ત્વપૂર્વક ગૃહસ્થ ધર્મ નાં દ્વાદશ તે ગ્રહણ કર્યા, તે સાથે એ અભિગ્રહ લીધે કે- હું