________________
(૪૩૦)
સંક્ષેપ કરાય છે. ચૌદ નિયમ ધારવાને સમાવેશ પણ આ વ્રતમાં થાય છે. ૧૦ . આ પૌષધ વ્રત. જે ક્રિયા કે આચરણથી આત્માના ગુણનું પેષણ થાય તે પૌષધ કહેવાય છે. આ પૌષધ આહારને ત્યાગ, શરીરની -શુશ્રષાને ત્યાગ, અબ્રહ્મચર્યને (મૈથુનને)ત્યાગ અને સંસારી વ્યાપારાદિ ક્રિયાને ત્યાગ એમ ચાર પ્રકારે થાય છે. આહારને ત્યાગ દેશથી કે સર્વથા બે પ્રકારે બની શકે છે. આ પૌષધને વખત ચાર પહેર, આઠ પહેર કે તેથી પણ વધારે વખત ઈચ્છાનુસાર રખાય છે. પ્રાયે પર્વને દિવસે વિશેષ કરવા એગ્ય છે.
અતિથિ વિભાગ-પૌષધને પારણે મુનિઓને દાન આપી પછી પારણું કરવું તે અતિથિસંવિભાગવત કહેવાય છે. ઉપલક્ષણથી અતિથિ, ત્યાગી મુનિઓ તેને દાન આપવું તે અતિથિસંવિભાગ કહેવાય છે. ૧૨.
ગૃહસ્થોને આ બાર વ્ર, ગૃહસ્થાશ્રમમાં લેવા અને પાળવા ચોગ્ય છે. આ બાર કે તેમાંથી એકાદ વ્રત, પિતાની શકત્યનુસાર લેનાર અને પાલન કરનારને દેશવિરતિવાન કહેવાય છે.
કર્મના ક્ષયોપશમથી યોગ્યતાને લાયક્તાને પ્રાપ્ત થયેલા છે આ સાંભળે છે, સહે છે, લે છે અને નિરતિચારપણે પાલન કરે છે. તે મનુષ્ય સર્વવિરતિપ્રધાન સંયમમાર્ગ શીધ્ર પામી શકે છે. ઉત્તમ કુળ, જાતિ, રૂપ, આરેગ્યાદિ મેળવી, ચારિત્રનું આરાધન કરવાથી સાત, આઠ ભવમાં તે છ મેક્ષ પણ મેળવે છે. | હે મહાનુભાવે ! જે આ વ્રત સર્વે લેવાને તમે સમર્થ ન છે તે એક એક વ્રતને પણ તમે અંગીકાર કરો જેથી તમારે માનવજન્મ સફળ થશે.
આ પ્રમાણે કેવળજ્ઞાની ભગવાનને ઉપદેશ સાંભળી ધનદેવાદિ દશ પુત્રોએ પહેલેથી અનુક્રમે એક એક વ્રત ગ્રહણ કર્યું. અને ધનહરી નામના અગીયારમા પુત્રે છેલ્લાં બે વ્રત લીધાં. સમ્યકત્વ અને વ્રત