________________
(૪ર૦ ),
ધની છે. ધર્મ પણ તેને જ પરિણમ્યો કહી શકાય. ધર્મ પણ તે જ કહી શકાય કે જેની પ્રાપ્તિથી અપૂર્વ સંતેષ પ્રાપ્ત થાય.
ઘણે આગ્રહ કરી તે ગુટિકાઓ તેની ઇચ્છા સિવાય તેના વમના છેડે બાંધી, નમસ્કાર કરી દેવી અદશ્ય થઈ ગઈ. શાળવતીનું વિખ દૂર થયું. તેનો પતિ કાયમ જ હતો. તેની રિદ્ધિ તેમજ હતી.
આ તો દૈવિક માયા. તેને ધર્મથી ચલિત કરવા માટે જ ગોત્રદેવીએ દેશ કે ઇર્ષાથી આ પ્રમાણે બતાવ્યું હતું. શીળવતીએ આ સર્વ વૃત્તાંત પિતાના સ્વામીને કહી સંભળાવ્યો. તેણે કહ્યું-પ્રિયા ! આ અટિકાઓ અનુક્રમે એક એક ખાવાથી તને અનુક્રમે અગિયાર પુત્રો થશે.
શીલવતીએ કહ્યું-રવામીનાથ ! જેટલો પુત્ર સાથે સંગ તેટલો જ કર્મને બંધ છે. દુ:ખ પણ તેટલું જ છે, માટે હે નાથ ! ગુટકાથી સર્યું. જે આત્માનો ઉદ્ધાર થાય તે ધર્મ મળ્યો છે તે પછી. પત્રની શી જરૂર છે ?
એષિએ કહ્યું પ્રિયા! એમ જ છે, તથાપિ આ સ્થિતિ સાચવવાની જરૂર છે. પુત્ર વિના દાવાદ અને રાજા પ્રમુખ ધનના માલીક થાય છે. ગ્લાન અવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં પુત્ર વિના શરીરની સંભાળ કેણ કરે ? ઘરના બંધાવેલ મંદિરમાં પુત્ર વિના સારસંભાળ કે પૂજાશાંતિ વગેર કેણ કરશે ? રિદ્ધિથી સમૃદ્ધિવાન છતાં પુત્ર વિના તેનું નામ કોણ જાણશે? માટે હે સુંદરી ! મારા આગ્રહથી આ ગુટિકાઓ તારે અનુક્રમે ખાવી.
મેહ અને વિચારધર્મમાં કેટલી તારતમ્યતા? જે પુરુષ એક દિવસ પુત્રપ્રાપ્તિ માટે શેક કરતી પ્રિયાને દિલાસો આપતો હતો, તે પુરુષને આજે તે સ્ત્રી ઉલટી સમજાવે છે. ખરેખર નિરંતર ડું પણ ચાલનાર મનુષ્ય આગળ વધે છે ત્યારે ઝડપથી ચાલનાર પણ કોઈક વખત તેટલું વધી શકતો નથી. તેમજ આત્મવિયારમાં નિત્ય
આગળ વધનાર એક વખત તેની ટોચ ઉપર જઈ શકે છે, પણ એક -વખત ઝડપથી આગળ વધી પાછળથી મંદ પ્રયત્ન કરનાર તેટલું વધી