________________
(૪૯).
જોઈએ. તારા અનવધિ સવવડે વેચાયેલી હું દાસીની માફક તારા માટે થઈ છું. મારા લાયક કાંઈ પણ કાર્ય જણાવ.
દેવીને-શાંત થયેલી જાણી શીળવતીએ કહ્યું. દેવી ! મને આ ધર્મ પ્રાપ્ત થયું છે, તેથી હું હવે મારામાં કોઈપણ ઓછાશ માનતી નથી, અર્થાત મને કોઈપણ પ્રકારની ઇચ્છા હવે થતી નથી, છતાં આ લોક અને પરલોકમાં હિતકારી સમ્યક્ત્વમાં તમે સ્થિર થાઓ એ જ મારી દઢ ઈચ્છા છે. - દેવીએ કહ્યુંધર્મશીલા ! તમારું કહેવું મને પ્રમાણ છે. તે દેવાધિદેવની આજ્ઞા હું મસ્તક પર ચડાવું છું, પણ તમે મારી પાસે કોઈ પણ માંગે.
શીલવતીએ કહ્યું. જે એમ જ છે તે તમે મને ધર્મકાર્યમાં મદદ કરજે.
દેવીએ કહ્યું-જેને દેવો પણ ચલાયમાન કરી ન શકે આવી ધર્મમાં તમારી પ્રબળ દઢતા છે. તેથી ત્રણ લોક પણ તમને મદદગાર છે તો મારા જેવી અલ્પ સત્ત્વવાળી દેવી તમને ધર્મમાં શું સહાય આપી શકે? - ધર્મશીલા! આ અગીયાર ગુટિકાઓ હું તમને આપું છું તે
અનુક્રમે ખાવાથી તમને સુખદાયી પુત્રસંતતિ થશે, માટે તે ગુટિકાઓ -ગ્રહણ કર. દેવીએ તેના ભૂતકાળના બનેર પ્રમાણે ઉપકાર કરવા ઇચ્છા જણાવી.
શીળવતીએ તે ગુટિકાઓ લેવાની બીલકુલ ઈચ્છા પણ ન કરી
અહા! કેટલું બધું આશ્ચર્ય ? કેટલો બધે સંતોષ ? ધર્મનો કે અદ્દભૂત મહિમા ? જે બાઈએ પુત્રપ્રાપ્તિ નિમિત્તે અગીયાર વર્ષ પર્યત તપ કર્યો હતો, અનેક માનતા માની હતી, જેને માટે રાત્રી દિવસ તડફડતી સુખે નિદ્રા પણ લેતી ન હતી, જે મનોરથ પૂર્ણ કરવાને શરીરને પણ સુકાવી નાંખ્યું હતું તે સ્ત્રી, આજે પુત્રઉત્પત્તિ માટેની દેવી તરફથી મળતી ગુટિકાને ઈચ્છતી પણ નથી. બલિહારી