________________
(૪૧૭)
શીળવતીએ કુળદેવીનું પૂજન કરવું બંધ કર્યું તે દેખી કુળદેવી તેના પર વિશેષ કોપાયમાન થઈ. રાત્રીએ પ્રગટ થઈ તે કુળદેવી શીળવતીને આ પ્રમાણે કહેવા લાગી. એ પાપી ! દુષ્ટ, ધીઠ, તું મારી પૂજા કેમ કરતી નથી ? હવે તને હું જીવતી મૂકવાની નથી. આ પ્રમાણે બોલતાંજ હાથમાં ભયંકર કરવાળ ધારણ કરતા અને અદહાસ્ય કરતાં વેતાલો તેના ઉપર મૂક્યા. બીજી તરફથી હાથમાં રૌદ્ર કતિ. કાઓ નચાવતી ડાકણુઓ પ્રગટ કરી. અન્ય તરફથી શ્યામવર્ણવાળા, ચપળ જિદુવા ધારણ કરતા, ફટાટોપ કરી પુકાર મૂક્તા ભીષણ સર્વે પ્રગટ કર્યા. અતિ કુટિલ અને કઠીણ દાઢાવાળા, તીક્ષ્ણ નખ અને લાલ નેત્રવાળા, વિક્રાળ મુખ કરતા સિંહે તેની સન્મુખ મૂકયા.
આ સર્વે ચારે બાજુથી સમકાળે શીલવતીને ભય યાને ત્રાસ આપવા લાગ્યા. તાડના, તર્જના અને પ્રલયકાળના મેઘસમાન ગજ રવ કરવા લાગ્યા, તોપણ દઢધમ તે ક્ષોભાયમાન ન થઈ; પણ એક મનથી પંચપરમેષિમંત્રનું સ્મરણ કરતી બેસી રહી. તે દેખી દેવીને વિશેષ કેપ થયો. ફની પણ તેણે શીળવતીને કહ્યું. તું મને હજી પણ નમસ્કાર કરે તે હું તને મૂકી દઉં. જે તેમ નહિ કરે તે તું મહાન અનર્થ પામીશ.
શીવતીએ કહ્યું. ભદ્ર! તું ફેગટ ભેદ પામે છે. એક દેવ ધિ. દેવ વીતરાગને મૂકીને અન્ય દેવને હું નમસ્કાર નહિ જ કરૂં. તેનું સ્મરણ, તેની સ્તવના અને તેનું પૂજન પણ નહિ જ કરૂં. આ ભારે નિશ્ચય છે. હવે તને જેમ રૂચે તેમ કર. મરણથી અધિક દુઃખ તું શું આપવાની છે ? અંગીકાર કરેલ ક યન નિર્વાહ કરતાં મરણ થશે તો તે પણ મારા અભ્યદયને જ મટે છે. હમણાં પણ તે સર્વસનું જ સ્મરણ હું કરી રહી છું. - દેવોએ કહ્યું. એ દુઃશિક્ષિત ! હજી પણ તું મને આ જ ઉત્તર આપે છે ? લે, તારા કર્મનું ફળ હું જ તને આપું છું. આ