________________
(૪૧)
છે. આપણું કર્મથી અધિક કઈ પણ આપી કે લઈ શકવાના નથી. અનંત સંસારમાં કોણ પુત્રપણે નથી ઉત્પન્ન થયા ? અથવા કયા ભ. વમાં પુત્રે ઉત્પન્ન નથી થયા ? અનેક વાર પુત્રે ઉત્પન્ન થયા છે. તેઓ તરફથી તમને શું ફાયદો મળ્યો છે ? આ ભવમાં જ આપત્તિમાં આવી પડેલા માતા, પિતાઓને ઉધાર તેઓ કરી શકતા નથી તો પછી અન્ય જન્મમાં ગયેલાં માતા, પિતાઓનો તે ઉપગાર કરશે–આ વાત કોણ માની શકે તેમ છે? ધર્મ જ બને કે અનેક ભવમાં વાંછિત આપવાને સમર્થ છે. માટે ભલી બાઈ! ધર્મ માટે જ તું નિરંતર ઉધમવાનું રહેજે. ચિંતામણી કે કલ્પવૃક્ષથી પણ અધિક ફાયદા
આ ધર્મથી એવું કોઈ પણ કાર્ય નથી કે તે સિદ્ધ ન થાય અર્થાત સવ કાર્ય સિદ્ધ થશે.
ગુરૂના વચનામૃતથી સંતોષ પામેલી શીળવતી દ્વાદશત્રરૂપ ગૃહસ્થ ધર્મ અંગીકાર કરી, ગુરૂને નમસ્કાર કરી પોતાને ઘેર આવી. લક્ષ્મીપુંજ શ્રેણી-(પિતાના પતિ) આગળ પોતે અંગીકાર કરેલ ગૃહથધર્મ કહી સંભળાવ્યો. એકીએ તેને ઉત્સાહિત કરવા માટે કહ્યું. પ્રિયા ! તું કુતપુન્ય છે. ધનભાગ્ય છે તને કે સંસારથી ઉદ્ધાર કરનાર આત્મિક ધર્મ કરવાની તારી ઈચ્છા થઈ. મનુષ્યની કે દેવેંદ્રની રીદ્ધિ મળવી સુલભ છે પણ જિનેશ્વરને કહેલો ધમ મળ દુર્લભ છે.પ્રિય ! આ ધર્મ પામીને તું ક્ષણભર તેનો આદર કરવામાં પ્રસાદી ન થઈશ પણ ચિંતામણની માફક સાવચેતીથી તે ધર્મનું પાલન થા રક્ષણ કરજે.
પિતાના પ્રિય પતિ તરફથી ધર્મની લાગણીને ઉત્તેજિત કરનાર ઉત્સાહિત વચને સાંભળી શીળવતી ઘણુ ખુશી થઇ, છીનું વચન આદરપૂર્વક અંગીકાર કર્યું.
તે દિવસથી બન્ને દંપતી, પ્રતિદિન ત્રિકાળ દેવપૂજન કરવા લાગ્યા. બન્ને સંધ્યાએ આવશ્યક કરવું શરૂ કર્યું. દાન અને સ્વધમી. વાત્સલતા કરતાં ગૃહસ્થ ધર્મનું વિશેષ પ્રકારે પિષણ કરતાં જ રહ્યાં.