Book Title: Rajkumari Sudarshana Yane Samli Vihar
Author(s): Devendrasuri, Kesarvijay Gani
Publisher: Jotana Jain Sangh

View full book text
Previous | Next

Page 440
________________ (૪૪) કળે મૂકી રડતાં કુસુમ, તંબળ અને ભજનો ત્યાગ કર્યો. આવી રીતે અગીયાર ઘડીપયત સર્વસ્વને નાશ થયો હોય તેમ દુ:ખણી થઈ રહી. હારના વિયોગથી આવી સ્થિતિમાં આવી પડેલી લક્ષ્મીવતીને જાણ ધનવતીને પશ્ચાત્તાપ થયું. તેણે તેની પાસે આવી કહ્યું-બેન! તારે હાર મને મળી આવ્યો (જડ) છે. લ્યો, આ હાર. એમ કહી તે હાર તેને આપ્યો. હાર મળ્યાથી લક્ષ્મી વતી ઘણી ખુશી થઈ. ધનવતીને આગ્રહ કરી તેની બક્ષીસ તરીકે અગીઆર દિનાર (રૂપિઆ) આપ્યા. ધન ઉપરના મમત્વભાવથી કેટલાં છ દુઃખી થાય છે તેને વિચાર કરતાં, ધનવતીને હવેથી પરદ્રવ્ય ન લેવાનો દઢ નિશ્ચય થયો. લક્ષ્મીતીએ ઘણા આગ્રહથી આપેલા અપીયાર નિાર, તે પણ તેણે પિતાના ઉપયોગમાં ન વાપરતાં તે દ્રવ્યથી તેણીએ જિનેશ્વર ભગવાનની મોટી પૂજા કરાવી. શુભમાવે તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. બેલિબીજ ઉત્પન્ન કર્યું. ક્રમે મરણ પામી તે ધનવતી તે તું અહીં શીલવતીપણે ઉત્પન્ન થઈ છે. પૂર્વભવમાં હાર લેવાથી ઉત્પન્ન થયેલા દુષ્કતના સબબથી, અગીયાર વર્ષપર્યત તને પુત્ર માટે કલેશ સહન કરવો પડ્યો હતે. જિનપૂજાના પુન્ય, પ્રભાવથી તમને પુત્રાદિની સંપત્તિ મળી આવી છે. અને નિશ્ચળ સમ્યક્ત્વ ગુણવ.નાં બૃહસ્થધની પ્રાપ્તિપણુ જિનપૂજાના શુભભાવથી જ ઈ છે તે લક્ષ્મીવતી મરણ પામીને તારી કુલદેવીપણે ઉત્પન્ન થઈ છે. તે હાર છુપાવવાના કર્મવિપાથી આ સર્વ ઉપસર્ગ વિગેરે તે દેવીએ તને કર્યા છે. ઇત્યાદિ પિતાને પૂર્વજન્મને વૃત્તાંત સાંભળી શુભભાવે શીળવતને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. ગુરૂશ્રીના કહેવા મુજબ તેણે પિતાને પાછલે જન્મ દીઠે. શીળવતી બોલી ઊઠી: અહા ! થોડા પણ અશુભકર્મને કેટલો બધે વિપાક ? ગુરુએ કહ્યું. ભદ્ર! જઘન્ય

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466