________________
(૪ર૭) રત્ન સિવાય મૂળ, ઉત્તર ગુણરૂ૫ રને હોતાં નથી. ૬
દેવ, ગુરુ અને ધર્મ પરનું તાત્વિક શ્રદ્ધાન તે સમ્યક્ત્વ છે. રાગ દૂષ, મોહ, અજ્ઞાન રહિત પરમાત્મા અરિહંતદેવ તે દેવ છે.
* પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર આચારવાળા ગુરૂઓ, તે ગુરૂ છે. અને છવાછવાદિ પદાર્થોના હેય, ય, ઉપાદેયરૂપ વિશુદ્ધ પરિણામ તે વીતરાગ દેવકથિત ધર્મ તે ધર્મ છે.
આ પ્રમાણે વ્યવહારથી સમ્યક્ત્વ અંગિકાર કર્યા પછી, વિશુદ્ધ કહાનવાળા છે, ગૃહસ્થ ધર્મને યોગ્ય દ્વાદશ(બાર) વ્રત ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે છે
સ્થૂળ પ્રાણાતિપાતવિરમણ. પહેલા વ્રતમાં-નિરપરાધી ત્રસ જીવોને મન, વચન, કાયાએ કરી સંકલ્પને યાવત્ છવપર્યત મારવા નહિ અને મરાવવા પણ નહિં. આ પ્રમાણે દિવિધ, ત્રિવિધ પણ નિયમ લે યા પાળવું તે ગૃહસ્થનું પહેલું વ્રત છે. ૧
સ્થળ મૃષાવાદવિરમણે. કન્યા, ગાય, ભૂમિ, ન્યાસાપહાર (થાપણ એળવવી) અને જૂઠી સાક્ષી ભરવી–આ પાંચ મોટાં જૂઠાં-અસત્ય ન બોલવાં. કન્યા અને ગાયના ગ્રહણથી મનુષ્ય કે કોઈ પણ પશુના જાનવરનાં સંબંધમાં અસત્ય ન બોલવાનું સમજવું. લોકોમાં વિશેષ નિંદાલાયક હોવાથી આ પાંચને અસત્ય ગણવામાં આવ્યાં છે, તેથી બીજ પણ અસત્ય બનતાં સુધી ન બોલવાં. પૂર્વની માફક ડિવિધે. આ વ્રતનું યાવત છવપર્યત યા ઈચ્છાનુસાર પાલન કરવું - સ્થૂળ અદત્તાદાનવિરમણ ધૂળ એટલે મેટી મેટી વસ્તુઓ અર્થાત્ લોકો જેને વ્યવહારમાં ચેરીરૂપ ગણે છે તે સજીવ કે નિર્જીવ વસ્તુ તે વસ્તુના માલીકે આપ્યા સિવાય લેવી નહિ. આમાં ખાતર પાવું, તાળું તોડવું, ગાંઠ કાપવી, વાટ લુંટવી વિગેરેનો સમાવેશ થાય છે.
સ્થળ મૈથુન વિરમણ પુરૂષાએ પરસ્ત્રીને ત્યાગ કરે અને સ્ત્રીઓએ પરપુરૂષને ત્યાગ કર. સ્વદારા કે રવપતિમાં સંતેષ રાંખવે.