________________
(૪૧૧ )
ધનપાળ–તે મને સંભળાવશે? આજના તમારા સમાગમથી. મને ઘણે આનંદ અને ફાયદો થા છે.
કિન્નરી-હા, તે હું તમને સંભળાવીશ. પિતે કદાચ કર્મોદયથી કે આળસથી ન કરી શકીએ, તથાપિ તેવા સારા કાર્યમાં બીજાને પ્રેરણા કરવાથી કે ઉત્સાહિત કરતાં રહેનારને અવશ્ય લાભ જ થાય છે. જ્ઞાની પુરુષો કહે છે કે પરિણામની સમતા થાય તો કરનાર, કરાવનાર અને અમેદન કરનારને સરખું ફળ છે. હું તે દષ્ટાંત સંભળાવું છું. તમે સાવધાન થઇને સાંભળશે.
કિન્નરી-આ ભારતવર્ષમાં આમલકMા નામની પ્રખ્યાત નગરીછે. તેના ઈશાનખૂણામાં સર્વ ઋતુઓનાં પુષ્પ, ફળાની સમૃદ્ધિવાળું તથા પંખીગણને હર્ષ આપનાર કાષ્ઠનાગ નામનું ઉધાન આવી. રહેલું છે.
જેના વક્ષસ્થળમાં જયલક્ષ્મી આવી વસી છે એવો પ્રબળ. પ્રતાપી જયઘોષ રાજા તે નમરીનું શાસન કરતો હતો. તેને જયાવળી નામની પટરાણી હતી. મારું એમ ધારવું છે કે તેની અભૂતરૂ૫ લાવણ્યતાથી શરમાણીઓ હોય તેમ અપ્સરાઓ કોઈ વખત જ આ દુનિયાના છ ની દષ્ટિએ પડે છે.
તે નગરીમાં ન્યાય, વિવેક અને પરોપકારમાં પ્રવીણ ઋદ્ધિમાન. સુનંદનામને શ્રાવક વસતો હતો. નિર્મળ શીળગુણને ધારણ કરે નારી તથા ધર્મકમમાં પ્રીતિવાળી ધારણ નામની તેને પત્ની હતી. તેની કુક્ષીથી અગીયાર પુત્ર થયાં. એક દિવસે અનેક શિષ્યના સમુદાય સાથે પાર્શ્વનાથ ભગવાન તે કોષ્ટક ઉધાનમાં આવીને રહ્યા હતા. મેઘને ગરવ સાંભળી હર્ષાવેશમાં જેમ મયૂર નૃત્ય કરે છે. તેમ તે મહાપ્રભુનું આગમન સાંભળી જયષ રાજાનું મન આન, દથી નૃત્ય કરવા લાગ્યું. તે મહાપ્રભુના પાદારવિંદ નમન કરવા અને ઉપદેશામૃતનું પાન કરવા, મેટા પરિવાર સહિત રાજા ગયા. એ અવસરે સુનંદ પ્રમુખ નગરલોકો પણ ત્યાં આવ્યા.