________________
(૪૦૯)
વિના વર્ષાદમાં ભિંજતાં આમતેમ આથડાયા કરે છે. કેટલાક યુવાન યુવતિઓના હાવભાવ સાથે પ્રફુલ્લિત મને આનંદની ક્રીડા કરે છે ત્યારે અન્ય કંકાસ કરનારી સ્ત્રીના દુર્વચનોની કલેશિત થઈ તેનાથી છૂટા થવા માટે આ ધ્યાન કરે છે.
કેટલાએક માથે છત્રને ધારણ કરાવતા નોકરેથી નેકી પોકરાવ વતા યથેચ્છાએ ફરે છે ત્યારે અન્ય મનુષ્યો તેના જ ઉપાડેલા બેજાના ભારથી ગાત્ર (શરીર) સંકુચિત કરી તેની પાછળ દેડયા જાય છે. કેટલાએક કપૂર, કુંકુમ, કસ્તુરી, અગર આદિન દયવિક્રય કરે છે ત્યારે અન્ય ધૂળ ધોવાને વ્યાપાર કરે છે. કેટલાક મણિ, રત્નાદિને સહજ હાથની સંજ્ઞાએ વ્યાપાર કરે છે ત્યારે અન્ય લોઢાં પ્રમુખને કાપવા કુપવાને વ્યાપાર કરે છે. કેટલાએક સત્યમાં તત્પર રહી નિર્દોષ વસ્ત્રાદિને વ્યાપાર કરે છે ત્યારે કેટલાએક ક્રૂરતર પરિણામના કારણભૂત ખર કર્માદિકનો વ્યાપાર કરી દિવસે પૂરા કરે છે. કેટલાએક નિત્ય નવીન વસ્ત્ર પહેરી ઉતરેલાં જૂનાં વસ્ત્ર દાનમાં આપે છે ત્યારે અન્ય રસ્તામાં પડેલા લોકોએ ફેંકી દીધેલા કકડાઓ એકઠા કરી તેનાં વસ્ત્ર પહેરે છે. કેટલાએક આભૂષણથી શરીરની શોભા કરે છે ત્યારે અન્ય શરીરમાં પડેલાં ઘણો (છિદ્રો) ઢાંકવા પાટા બાંધે છે. કેટલાએક વેચ્છાનુસાર વન, ઉધાન, કાનનાદિકમાં ફરે છે ત્યારે અન્ય પગમાં લોઢાની બેડી પહેરી બંધીખાનામાં સંડેવાઈ રહે છે. કેટલાએક અનેક મનુષ્યને વલભ થઈ તેઓ તરફથી માન પામે છે ત્યારે કેટલાએક પિતાના જ દુર્ગણેથી લોકો તરફથી પગલે પગલે અપમાન પામે છે. કેટલાએક સુવિનીત, સ્વજનાદિ પરિવાર સંયુકત સુખી દેખાય છે ત્યારે અન્ય ઈષ્ટ વિયાગ અને અનિષ્ટ સંયોગથી નિરંતર દુઃખ અનુભવે છે. પુન્યાનુબંધી પુન્યના ઉદયથી કેટલાએક બને ભવમાં સુખી હેય છે ત્યારે પાપાનુબંધી પાપના ઉદયથી કેટલાકના બને જ અથવા અનેક ભવે દુઃખમય જ હોય છે. પુન્યવાન અને ભવિષ્યમાં તેને માટે પ્રયત્ન કરનારા નિરંતર સુખમાં જ રહે છે ત્યારે પાપ કર