________________
(૪૧૨)
ત્રણ પ્રદક્ષિણપૂર્વક નમન કરી સર્વે ઉચિત સ્થળે બેઠા. રેગ્ય - જીવોને ઉપચાર કરવા તે પ્રભુએ ધર્મદેશના આપવી શરૂ કરી.
મહાનુભાવો ! મનુષ્યજન્મ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, રેગ્ય શરીર, પાંચ ઈદ્રિયની પટુતા અને ધર્મોપદેશક ગુવદિ દુર્લભ સામગ્રી તમને યોગ્ય અવસરે મળી આવી છે; માટે આત્મધર્મ પ્રગટ કરવામાં પ્રમાદ ન કરો. માનવજિંદગી ટૂંકી અને ક્ષણભંગુર છે. પરિણામની વિશુદ્ધતા સિવાય કમળ દૂર થતા નથી. કર્મમળ દૂર થયા સિવાય આત્મધર્મ પ્રગટ ન થાય અને તે સિવાય સત્ય સુખ કયાંથી મળે ? સત્ય સુખ સિવાય જન્મ મરણને ભય આપનાર ત્રાસ છે ન થાય માટે જાગૃત થા , ભાવનિદ્રાને ત્યાગ કરે, આયુષ્ય છે, વખત ચાલ્યો જાય છે.
એ અવસરે ભુવનગુરૂને નમસ્કાર કરીને સુનંદોછી આ પ્રમાણે બોલવા લાગ્યો -કૃપાળુ દેવ! આપ જે કહે છે તે સત્ય છે. મારે એક સંદેહ આપ દૂર કરશે અને તેથી તેમાંથી અમને જાણવાનું, આદરવાનું કે ત્યાગ કરવાનું ઘણું મળી આવશે.
પ્રભુ! મારે અગીયાર પુત્રો છે. જિનેશ્વરનું નામ વારંવાર યાદ આવે આ હેતુથી પુત્રનાં નામે રીષભથી શ્રેયાંસ પર્યત રાખવામાં આવ્યાં છે. આ સર્વે એક જ માતાપિતાથી ઉત્પન્ન થયેલા સગા - ભાઈઓ છે. સરખી રીતે આદરપૂર્વક તેઓનું રક્ષણ કરવામાં આવ્યું છે અર્થાત્ સરખી રીતે ઉછેરવામાં આવ્યા છે છતાં આમાંથી છ પુત્રના આચરણે વિલક્ષણ-જુદાં જુદાં જોવામાં આવે છે.
મેટો પુત્ર શરીરે કદરૂપો છે. બીજો પુત્ર કમળની માફક સુગંધી શ્વાસ નિશ્વાસવાળો છે. ત્રીજો પુત્ર ધનનો નાશ કરનાર યા - હરણ કરનાર છે. ચોથે સૌભાગ્યવાન છે. પાંચમો અતિશય ધીઠ છે.
છઠ્ઠો પુત્ર છે ડી મહેનતે ઘણું દ્રવ્ય કમાય છે. સાતમો પુત્ર પ્રતિક્ષણે ભૂખે થાય છે. આઠમે મૃદુ અને ઘણું બોલનાર છે. નવમો ઘણા ચપળ સ્વભાવને, દશમો પરિમિત ચાલવાવાળો અને કોઈ વખત