________________
(૪૦૪) ચંડવેગ અને મહસેન બને શ્રમણસિંહે ત્યાંથી અન્ય સ્થળે ચાલ્યા ગયા. ચંડવેગ તે વિધાધર જ હતા. મહસન મુનિને આકાશ ગમન વિધા આપવાથી સમુદ્ર ઉલ્લંધન તેઓને વિષમ ન થયું. ખરી વાત છે જેને ભીષણ સંસાર સમુદ્ર તરવો દુત્તર ન થયે, તેઓને આ સમુદ્ર તર અશક્ય ક્યાંથી હેય?
મહસેન મુનિ અનુક્રમે શ્રતસાગરના પારગામી થયા. છઠ્ઠ અઠ્ઠ માદિ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરતાં, ઘણું વખત પર્યત પૃથ્વીતલ પર વિચરી છેવટની સ્થિતિમાં સિદ્ધાંતાનુસાર તેમણે સંલેખણ અંગીકાર કરી, બે માસનું અણુશણુ આરાધી, શુકલેશ્યાએ આત્મધ્યાનમાં રમણ કરતાં તે બને મુનિઓએ આ ક્ષણભંગુર માનવદેહનો ત્યાગ કર્યો અને સર્વ દેવભુવનેથી ઉતમ અનુત્તર વિમાનની દેવભૂમિ અલંકૃત કરી.
Hળવા પ્રકરણ ૪૨ મું,
કિન્નરીને પશ્ચાત્તાપ.
સુદર્શના દેવીને યાદ કરતી અને શ્રી મુનિસુવ્રતસ્વામીનું પૂજન્ય કરતી ચંપકમાતા પિતાના દિવસે આનંદમાં પસાર કરવા લાગી.. ભરૂયવ્યમાં સુદર્શના દેવીનું આગમન વારંવાર થતું હતું. તેના મેળાપથી અને પૂર્વ જન્મના ધાત્રી સ્નેહથી સુદર્શના પર તે એટલી બધી પ્રીતિ રાખતી હતી કે તેના સ્નેહને લઈ પોતાનું આત્મસાધન કરવું પણ તે (ચંપકમાલા ) ભૂલી ગઈ. દેવદર્શન, પૂજન જેટલી શુભ ક્રિયા તો ચાલુ રાખી હતી, તથાપિ શીળવતીની માફક સંયમમાગે તે ગ્રહણ ન કરી શકી.