________________
(૪૦૫)
અહા ! મેહનું કેટલું બધું જોર? જેને લઈને સંસારથી વિરતતા ભોગવનાર જાતિસ્મરણું જ્ઞાનધારક પણ આ પ્રમાણે મુંઝાય છે તે અન્ય અજ્ઞાની અને માટે તે કહેવું જ શું ?
. કેટલાંએક નિમિત્ત કારણથી પિતાનું આયુષ્ય અલ્પ જાણી (મરણ નજીક આવેલું જાણી) ચંપકલતા આ પ્રમાણે ચિંતવવા લાગી. “ આ જિનપૂજારૂપ ધર્મક્રિયાનું ભવાંતરમાં બદલો આપનાર કાંઈ પણ ફળ મળતું હોય તે, તે પુન્યના પ્રભાવથી આ સમળીવિહાર તીર્થમાં દેવીપણે મારું ઉત્પન્ન થવાપણું થશે, જેથી સુદર્શના દેવીને મને વારંવાર મેળાપ થાય.”
અહે! અવિવેકીતા ? મોહનું કેટલું બધું પ્રબળ જોર? ઇચ્છિત ફળ આપનાર જિનપૂજન અને માનવ જિંદગી તેને આ ઉપગ? કરેલ કર્તવ્ય અવશ્ય ફળ આપવાનાં જ છે તો પછી આવું નિયાણું કરવાની શી જરૂર ? ધર્મક્રિયા કરીને ફળ માંગવારૂપ નિયાણું કરવાની વારંવાર જ્ઞાની પુરૂષ મના કરે છે. એટલું જ નહિ પણ આશંસાપૂર્વક ધર્મક્રિયા કરવાની મનાઈ પણ કરે છે. નિરીહભાવે ક્રિયા કરો. જેવું જોઈશે તેવું મળી આવશે. પણ લાખોની મહેનત કરી કોડીની માંગણું શા માટે કરવી ? ખેડૂતો અનાજ માટે જ બી વાવે છે તથાપિ ઘાસ, ચારો વિગેરે સ્વાભાવિક જ થાય છે. તેને માટે પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. તેવી જ રીતે કર્મક્ષય કરવાના મુખ્ય ઉદ્દેશથી જ ક્રિયા કરવી જોઈએ, તો પછી ઘાસ-ચારાની માફક દુનિયાના ઇચ્છિત સંયોગે સ્વાભાવિક જ મળી આવશે. મહાપુરૂષે કહે છે કેસત્તામાં રહેલું કર્મ વિપાકે ભોગવવા લાયક જ્યાં સુધી રહેલું છે ત્યાં સુધી તે ભગવ્યા સિવાય તમને જેર કરીને કોઈ પણ મેક્ષમાં લઈ જનાર કે સ્વાભાવિક મેક્ષમાં જઈ પડે તેમ નથી જ તો પછી દુનિયાંના સ્વલ્પ સુખના ઉપભોગ માટે મોક્ષસુખથી તમે શા માટે કરો છો ? કે તેવી ઉત્તમ ધાર્મિક ક્રિયા કરીને પૌગલિક સુખની કે અનુકૂળ સંયોગની કાં માંગણી કરો છો ? જ્યારે તમે આ દુનિયાના સર્વ