________________
( ૩૯૭ )
.
પુત્રપણે ઉત્પન્ન થાય છે. પિતા પુત્ર થાય છે. પુત્ર પિતા થાય છે. માતા સ્ત્રી થાય છે. સ્ત્રી માતા થાય છે. સ્ત્રી મેન થાય છે. પુત્રી થાય છે. પુત્રી સ્ત્રી થાય છે. મિત્ર શત્રુ થાય છે. શત્રુ મિત્ર થાય છે. વૈી બધુ. ચાય છે. બંધવ વેરી થાય છે. નાકર રાજા થાય છે. રાજા નેાકર થાય છે માટે હે રાજન! વિષાદ નહિ કર.
અજ્ઞાનદેષથી આવું અકાય મનુષ્યાથી થઈ જાય છે તેમાં કાંઇ નવાઇ નથી. હમણાં વળી કલિકાળની શરૂઆત થઈ ચૂકી છે. મનુષ્યેાના હૃદયે। કલિકાળના કલંક પ`કથી કલુષિત થયાં છે. અનઅધકારથી વિવેકનેત્ર આચ્છાદિત થયાં છે. જીવા મેહથી મેાહિત થયા છે. દ.રૂપ સર્પથી ડસાયેલા છે. મિથ્યાત્વરૂપ વિષમ વિષથી ધેરાય છે. ક્રોધાગ્નિથી મળી રહ્યા છે. માનગિરિથી દબાયેલા છે. માયારૂપ વિષવલીના પવનથી વિરિત થયા છે. ધનમાં આસક્તિરૂપ અતુચ્છ મૂર્છામાં સુદ્રિત થયા છે. લાભ સમુદ્રમાં ડૂબ્યા છે. ક્રૂર કુગ્રાહરૂપ ગ્રાહથી ગ્રસીત થયેલા છે. આ વાત રમષ્ટ્રિય વિષયાભિલાષના આવત્ત'માં પરિભ્રમણ. કરે છે. દુષ્ટ અભિનિવેશ અને ક્લિષ્ટ પરિણામમાં ખુંચ્યા છે. આવા રૌદ્ર કલિકાળમાં પ્રાણીએ અકાય તરફ પ્રવૃત્તિ કરે તે શું આશ્રયજનક છે? અર્થાત્ નથી જ.
સન્નિપાતિક જ્વરવાળાને દઉં, દૂધનુ પાન અહિતકર છે. પિત્ત જ્વરવાળાને અગ્નિ કે તાપનું સેવન અહિતકારી છે. તેમ આ ઇંદ્રિયજન્મ વિષયે આત્મહિતના ઇચ્છકને અહિતકારી છે. વિષયસુખ અતિ વિરસ છે. પામાની ખરજ માફક વર્તમાનકાળે સુખ આપે છે. પણ તેનુ પરિણામ દારૂણ છે. ક પાક તનાં ફળાની માફક વિષયસ ંગનું પરિણામ દુ:ખમય જ આવે છે. સેંકડ!ગમે ભવાની પરંપરામાં દુ:ખના હેતુરૂપ થાય છે માટે તેને ત્યાગ કરી આત્મગુણ પ્રગટ કરવા જોઇએ. મહુસેન ! વસા, માંસ, રુધિર, મૂત્ર, વિષ્ટા, શુક્ર અને દુધી મળેાના સમુદાયથી આ શરીર ભરપૂર છે. ચ અને હાડથી ભરેલુ છે સ્નાયુથી વીંટાયેલુ છે. પ્રતિદિન શુશ્રુષા કરવાથી જ શેલા આપે