________________
(૩૯)
ળતા એ પ્રવેશ કર્યો છે, કુલીનેમાં પણ કુશીલતાને પ્રવેશ થયો છે. સારભૂત ફૂલ, ફળ, પલ્લાવાળી વનસ્પતિ સ્વલ્પ દેખાય છે. વરસાદ જોઈએ તેવો વરસતો નથી. અનાજ થોડું પાકે છે, વારંવાર દુષ્કાળો આવી પડે છે. લોકોમાં રોગને વધારો થયો છે. આવો ભયંકર કલિકાળ આજકાલ વર્તાઈ રહ્યો છે.
આ કલિકાળને, અતિ જડતાવાળા વર્ષાકાળની શોભા દૂર કરનાર અને જડતાની વૃદ્ધિ કરનાર શિશિર ઋતુની, કે પ્રચંડકર કિરણોથી પ્રજાને સંતાપ કરનાર ગ્રીષ્મ ઋતુની, જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે, કેમકે વિનયહીન, નિર્લજજ, દુરશીલ, ગુરુવર્ગને પ્રતિપક્ષી અને અન્યાયમાં તત્પર મનુષ્યોનો મોટે ભાગે આ કલિકાળમાં જણાય છે.
આવા ભયંકર કલિકાળમાં ગુણોને સમુદાય ગળી જાય છે અને ધર્મબુદ્ધિને દૂર કરી લોકો પાપકાર્યમાં પ્રવૃતિ કરે છે. મહાવીર દેવના નિર્વાણને હજી થોડા જ વર્ષો થયાં છે. તેટલા વખતમાં આ વિષમ કાળની સ્થિતિમાં મહાન ફેરફાર થઈ ગયો છે. એટલું છતાં
લાએક યોગ્ય છે, ન્યાયથી ઉત્પન્ન કરેલા દ્રવ્યને સદ્વ્યય કરનાર જોવામાં આવે છે. ન્યાયપાર્જિત દ્રવ્યમાંથી ભક્તિપૂર્વકજિનમંદિર બંધાવે છે. સંસારથી ભય પામનારા શ્રેયાર્થે આજ પણ જિનબિંબ ભરાવે છે. વિવિધ પ્રકારે પૂજા, સ્નાત્ર, યાત્રા, મહેચ્છવાદિ તીર્થોન્નતિ કરે છે. મુનિઓને અનેક પ્રકારે દાન આપે છે.
કાળને દોષ કેટલેક પ્રકારે દેખાય પણ છે. તથા સર્વથા આ કાળમાં લોકો ભ્રષ્ટ થયા છે અને ધર્માદિ નથી જ તેમ તો ન જ કહી શકાય, કેમકે ભવભયથી ભય પામનાર કેટલાએક છ આજ પણ પુત્ર, કલત્ર અને રાજ્યાદિ ઋદ્ધિને ત્યાગ કરી ચારિત્ર લે છે. કદાગ્રહને મૂકી યથાશક્તિ આગમ પ્રમાણે શ્રત, ચારિત્રમાં પ્રયત્ન કરી રહ્યા છે. આજ પણ અંગીકાર કરેલ પ્રતિજ્ઞાને પાર પામનાર અનેક મહાપુરુષો જોવામાં આવે છે. તપથી શરીરને શોષવનાર, સ્વ૯૫ કષાયવાળા અને જિતેંદ્રિય મુનિએ આજ પણ જોવામાં આવે છે. વ્રતસંપન્ન,