________________
(૩૯૦)
પર્યટન કરવારૂપ અત્યંત દુઃખમય આવે છે. આત્મા જ પિતાને મિત્ર અને શત્રુ છે. સન્માર્ગ તરફ પ્રવૃત્તિ કરતાં મિત્રની માફક સુખરૂપ નિવડે છે અને અસતમાર્ગ તરફ ગમન કરતાં શત્રુની માફક દુઃખદાયી નિવડે છે. દુર્ગણોનો ત્યાગ કરી આત્મગુણમાં આદર કરે. તમારે સુખી થવું જ છે તે પછી સત્ય કાર્ય કરવા માટે ભાવીકાળની વાટ શા માટે જુવે છે ? આત્માને ઊંચી સ્થિતિમાં લાવી સુખી થવું હોય તે આ ગુણ અવશ્ય તમે મેળવો.
જિનેશ્વરએ કહેલા છવાછવાદિ પદાર્થોના નિત્યનિત્યપણુનો નિશ્ચય કરી, . આત્માની અસ્તિતા (હૈયાતિ) માટે નિઃશંક બનો અર્થાત આત્મા અવશ્ય છે તે બાબતમાં શંકા ન કરે. ૧. વિવિધ દુ:ખી થતાં પ્રાણુઓને દેખી, કવ્ય, ભાવ કરુણાદષ્ટિ વડે તેઓને ઉપકાર કરે. તેઓનાં દુઃખ ઓછાં થાય તેમ તેઓને યથાશક્તિ મદદ આપો. ૨. દેવ, માનવ, તિર્યંચ અને નરક, આ ચારે ગતિઓમાં એછું કે વધારે પણુ દુઃખ છે જ. તે દુ:ખથી ઉત્તેજીત થાઓ અને તે દુઃખ શાંત કરવા માટે ધર્મકાર્યમાં ઉધમ કરે. ૩. દેવ, મનુષ્યનાં ઉત્તમ સુખ પણ અનિત્ય અને વિયોગશીલ છે, પરિણામ દુઃખરૂપ છે તેમ જાણી તે સુખની ઉપેક્ષા કરો, નિત્ય, શાશ્વત, આનંદ નિર્વાણસુખની અભિલાષા રાખે. ૪. રાગ દ્વેષની વિભાવ પરિણતિથી ઉત્પન્ન થતા કર્મવિપાક દુખમય છે, તેનાથી મહાન અનિષ્ટ દુઃખ વેદવાં પડે છે. એમ જાણે કોઈ વખત અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં રાગ, દેવયા હર્ષ, શોક ન કરે. દેશપાત્ર છો પર પણ દયા-અનુકંપા કરો. તેમ ન રહે તે ઉપેક્ષા કરો. ૫. ગુણી મનુષ્યોને દેખી ગુણનુરાગથી તમારે આનંદિત થવું. સ્વધર્મીઓનું વિશેષ પ્રકારે હિત કરવું. સર્વ જવે ઉપર કરુણા-બુદ્ધિ રાખવી. અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર અને બહુશ્રુતાદિક સાથે વિનયપૂર્વક બહુમાનની લાગણીથી જેવું અને વર્તવું. યૌવન, લક્ષ્મ આદિને ક્ષણભંગુર જાણ બનતા પ્રયત્ન તેને સદુપયોગ કર